આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

તમારે આજે સૌથી પહેલાં તો એ હકીકત સ્વીકારી લેવી કે તમે ઘરની જાળવણી કરવા તરફ દુર્લક્ષ કર્યું છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારે આજે સૌથી પહેલાં તો એ હકીકત સ્વીકારી લેવી કે તમે ઘરની જાળવણી કરવા તરફ દુર્લક્ષ કર્યું છે. એ સ્વીકાર કર્યા પછી તમારે રિનોવેશન માટે તત્કાળ કામ શરૂ કરાવી દેવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને ધનલાભ થશે તથા વિદેશમાં વસતા મિત્ર તરફથી શુભ સમાચાર મળશે. આજના દિવસે આવનારી તકનો લાભ લઈને નિકટની વ્યક્તિ સમક્ષ દિલ ખોલી દેવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે રોમૅન્ટિક મૂડમાં હશો. જોકે જીવનમાં ઉચ્ચ કોટિના પ્રેમ કરતાં રોકડાની જરૂર વધારે હોય છે. ભૌતિક સલામતી મેળવવાનો પ્રયાસ કરવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે કોઈ પણ પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા સજ્જ હશો. જોકે ગ્રહમાન સાનુકૂળ ન હોવાથી તમારે મોટા પ્રોજેક્ટ પાછળ ઠેલવા જરૂરી છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારી પાસે વિવિધ આવડતો હોવાનું તમને ભાન થઈ જવાથી તમારી સમસ્યાના તાણાવાણા આપોઆપ ઉકેલાવા લાગશે. તમારા પ્રોજેક્ટ્સ પૂરા થવાની તૈયારીમાં હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે આજે ઘણી જ મહેનત કરશો. આથી ઑફિસમાં તમારી ગણના સૌથી વધુ સક્ષમ વ્યક્તિઓમાં થવા લાગશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જીવનસાથી-પ્રેમી સાથે તમારા વિચારોનો મેળ બેસશે અને એનાથી તમારો આનંદ ચરમસીમાએ પહોંચશે. નિકટતા રહે ત્યાં સુધી એનો આનંદ માણવો. પછી તો તમારે રાબેતા મુજબના જીવનમાં પાછું આવવાનું જ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પોતાના વિશે તથા પોતાના સંજોગો વિશે વધુ ઊંડી સમજ પ્રાપ્ત કરવા અંતરમનમાં ડોકિયું કરશો. તમારો આગેવાનીનો ગુણ ખીલી ઊઠશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા રાબેતા મુજબના શેડ્યુલમાં થોડાં પરિવર્તનો લાવવાનો પ્રયાસ કરીને જીવનને વધુ રસપ્રદ બનાવવું. મિત્રો સાથે હળવું-મળવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


કામની બાબત હોય કે પ્રેમજીવનનો સવાલ હોય, આજે તમારી છઠ્ઠી ઇãન્દ્રય ઘણી જ સતેજ રહેશે. જો તમે લગ્નનો પ્રસ્તાવ મૂકવા ઇચ્છતા હો તો શુભ કાર્ય કરી જ લેવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ભૂતકાળમાં કરેલાં કાર્યોનાં ફળ મળવા લાગ્યાં હોવાથી તમને પૈસાની જરાય અછત નહીં નડે. આજનો દિવસ જટિલ હોવાથી વિવાદોથી દૂર જ રહેવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે કામકાજના કલાકો પૂરા થાય એ પહેલાં વિવિધ કાર્યો પૂરાં કરવાની ઉતાવળમાં હોવાથી સંપૂર્ણપણે કાર્યમગ્ન રહેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK