શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં. કપરા દિવસના અંતે સાંજનો સમય તમે પરિવાર સાથે પ્રફુલ્લિત રહીને ગાળી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા પર કામનો બોજ વધી રહ્યો હોવા છતાં સ્વજનોનો સહયોગ હોવાથી તમારે ચિંતા કરવાની જરૂર નથી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા મગજને બદલે હૃદયનું જોર રહેશે. અંગત અને વ્યવસાયી જીવનના અનેક પ્રશ્નો તમારા મગજમાં ઘૂમરાયા કરતા હશે અને ચિંતા કરાવશે. હળવે હલેસે કામ લેવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


જો તમે લાંબા સમયથી કોઈકના પ્રેમસંબંધમાં હશો તો આજે એ સંબંધને આગળ લઈ જઈને લગ્નગ્રંથિથી જોડાઈ જવાનો નિર્ણય લેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે વ્યવસાયી કામકાજને જ કેન્દ્રમાં રાખશો. ઉપરીઓ તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે. એ બધી પૂરી કરવાનો પ્રયાસ ચોક્કસ કરજો, પરંતુ પોતાને નુકસાન થાય એવું કંઈ કરતા નહીં. ચેતતા રહેજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમને પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ છે અને તેથી જ તમે કોઈની પણ મદદ લીધા વિના પોતે નક્કી કરેલા માર્ગ પર આગળ વધવાનું પસંદ કરો છો. તમારો નેતૃત્વનો ગુણ પ્રગટ થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારે સંપૂર્ણપણે વિનમ્ર બની જવું અને ઉપરીઓ તથા વડીલો જે કહે એને ગ્રહણ કરવું. કાનૂની ઝઘડામાં પડવું નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કોઈની કહેલી વાતો પર વિશ્વાસ કરવો નહીં, કારણ કે એમ કરવા જતાં તમે ગંભીર મુશ્કેલીમાં સપડાઈ શકો છો. તમે જાતે જોયું હોય અને અનુભવ કર્યો હોય એના પર જ ભરોસો કરવો. અન્યો કરતાં અલગ અભિગમ અપનાવવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારો મૂડ ઘણો જ સારો હશે અને તમે જ્યાં જશો ત્યાં ખુશી ફેલાવશો. પારિવારિક કાર્યોમાં સાથ આપશો તો જીવનસાથી જોડેના સંબંધના સોનામાં સુગંધ ભળશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે સવારે તમે પહેલું કદમ ભરશો ત્યારથી જ તમે બૉસની મોટા ભાગની અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ નીવડશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી એકાગ્રતા ગજબની છે. એની સાથે કાર્ય અને લોકો પ્રત્યેનો સકારાત્મક અભિગમ ભળે ત્યારે જીત તમારી જ થાય એમ કહેવું પડે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારા જીવનમાં દરેક મોરચે સુમેળ સચવાશે. તમે ઑફિસમાં સૌથી વધુ અસરકારક કામગીરી બજાવશો અને ઘરમાં સ્નેહાળ વ્યક્તિ બની જશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK