શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

સંતોષની લાગણીને લીધે આજે તમે પ્રસન્ન રહેશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


સંતોષની લાગણીને લીધે આજે તમે પ્રસન્ન રહેશો. રોમૅન્સનો વાયરો વાઈ રહ્યો છે, પરંતુ તમારો અભિગમ કેવો છે એના પર ઘણો મદાર છે. સકારાત્મક રહેવું. એનાથી સારા તરંગો વહેતા થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


વ્યવસાયી મોરચે તમારું જીવન આસાનીથી પસાર થશે. તમે તમામ કાર્યો એકદમ સહેલાઈથી પાર પાડી શકશો. સાંજના સમયે પરિવારને ફિલ્મ જોવા કે ડિનર પર લઈને જવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે કામકાજ અને રોમૅન્સ બન્ને કેન્દ્રસ્થાને રહેશે. તમે શ્રેષ્ઠ કામગીરી બજાવીને પ્રશંસાને પાત્ર બની જશો. સાંજના સમયે કોઈ વિશિક્ટ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ જાગશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ અદ્ભુત છે. તમારે પ્રિયકર જોડે કે સપરિવાર બહાર ફરવા જવાના વિકલ્પો ચકાસી જોવા. જીવનનો આનંદ માણવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


કામના સ્થળે તમે દિલથી કામ કરશો. જોકે તમારા મનમાં કોઈ બીજો જ વિચાર ચાલી રહ્યો હશે, પણ એ વિચાર ખરેખર શું છે એની તમને કોઈ ગમ નહીં પડે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના દિવસે અનેક રસપ્રદ ઘટનાઓ બનશે. કામના સ્થળે બનનારી ઘટનાઓ તમને અંતરમનમાં ડોકિયું કરવા પ્રેરશે. સાંજના સમયે પાર્ટીમાં તમારી મુલાકાત જીવનસાથી બનનારી વ્યક્તિ જોડે થવાનો યોગ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે વિખવાદોનો મૈત્રીપૂર્ણ હલ લાવવાની તમારી આવડતનો ખૂબીપૂર્વક ઉપયોગ કરશો. નવા કૉન્ટ્રૅક્ટ કરવા માટે શુભ દિવસ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


નિશ્ચિત કાર્યયોજના અપનાવવી અને એનું ચુસ્તપણે પાલન કરવું. તમે પોતાનાં આયોજનો વિશે અન્ય લોકોને મનાવી લેશો તથા તેમનો સહયોગ પણ પ્રાપ્ત કરશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમને યોગ્ય લાગે એ રીતે પ્રિયકરને રીઝવવા માટે અને તેમની સાથે યાદગાર સમય ગાળવા માટે સાનુકૂળ દિવસ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારામાં શક્તિનો પ્રવાહ બંધ થઈ જશે અને નિરાશા વર્તાશે. રિલૅક્સ રહેવું. અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસોને લીધે તમારી લોકપ્રિયતા વધશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ અદ્ભુત છે. તમારે નમ્ર બનીને રહેવું. આમ છતાં જિજ્ઞાસુવૃત્તિ છોડવી નહીં અને દક્ષતા રાખવી. હવે પછીના મુકામે સફળતા તમારી રાહ જોઈ રહી છે. સુખનો સૂરજ ઊગ્યો છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પ્રવાસનું આયોજન નિષ્ફળ જવાને લીધે તમે નિરાશા અનુભવશો. જોકે એમાં એટલું જ સાંત્વન લેવાનું કે જ્યારે પણ પ્રવાસ થશે ત્યારે તમારી બધી અપેક્ષાઓ સંતોષાઈ જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK