ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

કામકાજમાં એકાગ્રતા રાખવાના તમારા ગુણને લીધે તમે સાનુકૂળ પરિણામ પ્રાપ્ત કરી શકશો.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


કામકાજમાં એકાગ્રતા રાખવાના તમારા ગુણને લીધે તમે સાનુકૂળ પરિણામ પ્રાપ્ત કરી શકશો. કુંવારાઓ જેનો સ્વપ્નમાં ખ્યાલ કરતા હતા એવી વ્યક્તિ આજે દિવસ પૂરો થવા સુધીમાં મળી જવાનો યોગ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાનાં માટે વધુ ઊંચાં લક્ષ્યો નક્કી કરશો અને મક્કમતાપૂર્વક એમાં સફળતા પણ પ્રાપ્ત કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જો તમે કામનો ખડકલો દૂર કરવા ઇચ્છતા હો તો તમારે પોતાની શક્તિઓને યોગ્ય માર્ગે વાળવા પર લક્ષ આપવું. જોકે તબિયત પણ સાચવવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમને મિશ્ર ફળ આપનારો છે. સાનુકૂળની સાથે-સાથે પ્રતિકૂળ ઘટનાઓને પણ સ્વીકારી લેવાની તૈયારી રાખવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે સંપૂર્ણપણે રિલૅક્સ કરી શકશો અને તમારો મિજાજ ઘણો સારો રહેશે. એને લીધે તમે અન્યો સાથે સારું વર્તન કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે ઘણા લાગણીશીલ બની જશો. કામના સ્થળે તમે જૂના દૃષ્ટિકોણ બદલી નાખશો. સમય બદલાઈ ગયો છે અને એની સાથે તાલ મિલાવવો જરૂરી છે એ વાતનો સ્વીકાર કરી લેવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ છે. તમને સફળતા સામે ચાલીને મળશે. સંતાનો અને જુનિયરો તમને સુખ પમાડશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે જો સામાજિક પ્રસંગોમાં લોકો સાથે મેળાપ થાય તો તમારે કોઈની અજુગતી કે અપ્રિય ટિપ્પણીની દરકાર કરવી નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારે તાકીદનાં ઘરગથ્થુ કામો હાથ ધરવાનાં હોવાથી તમે આજના પેચીદા દિવસે પદ્ધતિસર અને વ્યવસ્થિતપણે કામકાજ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમને આરામની જરૂર હોવાથી તમે કામને ટાળવનો પ્રયાસ કરશો, પરંતુ કેટલાંક તાકીદનાં કામ તો તમારે કરવાં જ પડશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ ઉજવણીનો છે. તમને કોઈ કાનૂની વિજય મળ્યો હોઈ શકે છે અને એ નહીં હોય તો પારિવારિક મેળમિલાપની ખુશીમાં ઉજવણી થઈ શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ બદલ અફસોસ કરવાનો કોઈ જ અર્થ નથી, કારણ કે એનાથી ભૂતકાળને બદલી શકાતો નથી. આથી જે થઈ ગયું એને ભૂલીને જીવનમાં આગળ વધવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK