ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે પ્રભુએ તમારા પર વરસાવેલી કૃપા બદલ તેમનો પાડ માનવાના મૂડમાં હશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પ્રભુએ તમારા પર વરસાવેલી કૃપા બદલ તેમનો પાડ માનવાના મૂડમાં હશો. આ ઉપરાંત તમે સ્વજનો પર સ્નેહની વર્ષા કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે ઉતાવળે બધાં કામ પૂરાં કરવાનાં હોવાથી તમે એકસાથે અનેક કાર્યો કરવા લાગશો. વ્યવહારુ બનજો અને વધુપડતો પરિશ્રમ કરતા નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ ઉત્કટતાનો અને રોમૅન્સનો છે. તમે પ્રિયકરને રીઝવવા પોતાનાથી બનતા પ્રયાસ કરશો અને એમાં ઘણી સફળતા પણ પ્રાપ્ત કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કામ કર્યા બાદ તમને શિરપાવ નહીં મળે કે પછી તમારા કામની કદર નહીં થાય. ચિંતા કરવી નહીં, સારો સમય આવશે ત્યારે બધું મળી રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે વ્યવસાયી હો કે પછી બિઝનેસમૅન હો, તમારે ઘણાબધા વિરોધીઓનો સામનો કરવો પડશે. મુત્સદ્દીપણું રાખવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ તમારા જીવનમાં મહત્વપૂર્ણ વળાંક લાવશે. નાણાકીય અને સંબંધોની બાબતોમાં તમે વ્યસ્ત રહેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ તમારા માટે ઘણો જ સારો રહેશે. તમે જ્યાં જશો ત્યાં લોકો તમારું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરશે. એટલું જ નહીં, વિજાતીય વ્યક્તિઓમાં તમારું આકર્ષણ અદમ્ય રહેશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


નિરાશા લાવનારી અનેક ઘટનાઓ બનવાને લીધે તમારો આત્મવિશ્વાસ પડી ભાંગશે. યાદ રહે, દરેકના જીવનમાં થોડી મુશ્કેલીઓ તો આવતી જ હોય છે અને એ પસાર પણ થઈ જાય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે નિખાલસ અને મોકળાશભર્યું વર્તન કરશો તો એનો તમને ઘણો લાભ મળશે. તમારા જીવનસાથી જે કહેવા માગતા હોય એ સાંભળી લેવું, જેથી તેમને પોતાનું મહત્વ હોય એવું લાગે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


મન મોકળું રાખીને નવી વાતો ગ્રહણ કરવાની તૈયારી રાખવી, કારણ કે લાભદાયી તકો તમારાં દ્વાર ખખડાવતી આવશે. એમનો મહત્તમ ઉપયોગ કરી લેવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે છેલ્લા દિવસથી રોજિંદાં કાર્યો તરફ દુર્લક્ષ કર્યું હોવાથી આજે તમારા પર કામનો બોજ અતિશય વધી ગયો હશે. આથી હવે તમારે વ્યૂહ બદલવાની જરૂર છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


નાણાકીય વિષયની કોઈ પણ વાત માટે આજનો દિવસ સાનુકૂળ છે. આર્થિક બાબતોમાં તમારી વર્તમાન સ્થિતિનું આકલન કરવા માટે ઝીણવટભરી ગણતરીઓ કરવી. છૂપા બદઇરાદાઓ ધરાવતી વ્યક્તિથી સાવધ રહેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK