ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમારી સામે આકરા પડકારો આવીને ઊભા રહેશે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી સામે આકરા પડકારો આવીને ઊભા રહેશે. સ્વજનોના સ્નેહાળ સહયોગ વગર એમનો સામનો કરવાનું મુશ્કેલ બની શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે એકદમ ઉદાર મૂડમાં હશો. તમે બીજાઓની ભૂલોનો દોષનો ટોપલો પોતાના માથે લઈ લેવા પણ તૈયાર થઈ જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમે પ્રિયકરના નામે કરી દેશો. તેમની સાથે સુંવાળપભર્યો સમય પસાર થશે અને તમે તેમના માટે યોગ્ય ભેટ શોધવા આખું બજાર ખૂંદી વળશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે ઘણા કામુક બની જશો અને તમારા મગજને બીજે વાળવાનું પણ શક્ય નહીં હોય. આમ છતાં તમે પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરી શકશો. અભિનંદન!

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે મિજાજી બની જશો અને એ જ તમારી મોટી ખામી કહેવાશે. લાગણીઓના પ્રવાહમાં તમે આડાઅવળા ફંગોળાતા રહેશો. પોતાનું કામ ચૂપચાપ કર્યે રાખવું, બીજી કોઈ વાતનો વિચાર ન કરવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


લોકોના ખરા સ્વભાવને ઓળખી કાઢવાની તમારી ખૂબી આજે ઉપયોગી ઠરશે. તમે લોકોના છૂપા ઇરાદાઓ પારખી લેશો. સાંજનો સમય પાર્ટીનો રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો તમારો દિવસ હાલના પ્રોજેક્ટ્સની છેલ્લી ઘડીની તૈયારીઓ કરવામાં વીતશે. સાંજનો સમય પાર્ટીનો રહેશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આ દિવસ તમારા માટે ખૂબ જ શુકનિયાળ છે. ભૂતકાળમાં કરેલાં સારાં કર્મોનાં ફળ મળશે. સારા સમાચાર મળવામાં છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમને વારેઘડીએ ગુસ્સો ચડી જશે. આથી કોઈ પણ કાર્ય કરતાં પહેલાં શાંતિપૂવર્ક  વિચાર કરવો. આર્થિક સંકડામણ સમસ્યામાં ઉમેરો કરશે.   

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે પેચીદી સમસ્યાઓના હલ લાવવા માટે છઠ્ઠી ઇન્દ્રિય પર મદાર રાખી શકો છો. નિકટની કોઈ વ્યક્તિને મદદની જરૂર હોય તો તરત જ દોડી જવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે પોતાની રમૂજવૃત્તિ અને હસીમજાકની આદતને લીધે અંગત અને વ્યવસાયી વર્તુળમાં પ્રખ્યાત છો. આજે તમારી ઘણી ડિમાન્ડ રહેશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમને કદાચ કોઈ મોટો દલ્લો હાથ નહીં લાગે. હવાઈ કિલ્લા રચવાનું બંધ કરો. જો કોઈ ઘટનાને લીધે નિરાશા વર્તાય તો અન્ય લોકો તમને ખુશી અપાવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK