શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમને પોતાની સત્તાનો ઉપયોગ કરવાનું મન થશે.

astrop

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને પોતાની સત્તાનો ઉપયોગ કરવાનું મન થશે. જો તમારી આસપાસના લોકો તમારાથી અભિભૂત થઈ જાય તો સમજવું કે તમારી મહેનત રંગ લાવી રહી છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આરોગ્યની બાબતે આજનો દિવસ ખરાબ રહે એવી શક્યતા હોવાનું ગણેશજી કહે છે. તમારે તબિયતની ખાસ કાળજી રાખવી અને બીમારી આવે કે તંદુરસ્તી બગડે એવું કંઈ ન કરવું. ઉપરાંત સમજદારીપૂર્વક વર્તન કરવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


મિત્રો સાથેના સંબંધ વધુ ઘનિષ્ઠ બનશે. તમે પ્રેમમાં પડો એવો પણ યોગ છે. જો તમે પહેલેથી જ પ્રેમસંબંધમાં બંધાયેલા હશો તો સગાઈ કે લગ્નના પંથે પ્રયાણ કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારે કામના સ્થળે એક કરતાં વધારે કામ કરવાં પડશે. તમે કુશળ કસબીની જેમ એ બધું પાર પાડશો. અધૂરાં કાર્યો પણ સહેલાઈથી પૂરાં થઈ જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ અસાધારણ છે. નસીબની દેવી તમારા પર અત્યંત પ્રસન્ન છે. આ સાનુકૂળ સમયનો ભરપૂર ઉપયોગ કરી લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ભૂતકાળની સફળતાનો વિચાર કરો અને ભવિષ્યમાં વધુ પામવા માટેનું ભાથું બાંધી લો. તમારો સરળ સ્વભાવ લોકોમાં તમારી ખ્યાતિ વધારી દેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જો તમે નોકરીવાંછુ હશો તો તમારે સફળ થવા માટે ઘણી જ જહેમત ઉઠાવવાની તૈયારી રાખવી. હરાજી માટે બિડ કરવી કે સીલ્ડ ટેન્ડર ભરવાનું વધુ નસીબવાળો દિવસ ઊગે ત્યાં સુધી મોકૂફ રાખવું એવી ગણેશજીની સલાહ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે ઘરનું સમારકામ કરાવો એવી શક્યતા છે. કદાચ એમાં વિવિધ ચિત્રો અને કળાત્મક વસ્તુઓ મુકાવશો. તમને સ્ટૉકમાર્કેટમાં સટ્ટો રમવાની ઇચ્છા થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આશ્ચર્યજનક રીતે આજનો દિવસ તમારા માટે રસપ્રદ છે. તમે રોજ સજીધજીને રહો છો, પરંતુ આજે તમે થોડી વધારે ટાપટીપ કરશો અને લોકો તમારી વાહ-વાહ કરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાની જરૂરિયાતોની પ્રાથમિકતા નક્કી કરશો અને એમાં પણ સૌથી અગત્યની બાબત ભવિષ્ય માટે બચત કરવાની રહેશે. મૈત્રી બાંધવામાં સાવચેત રહેવાની ગણેશજીની સલાહ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


નસીબની દેવી આજે તમારા પર કૃપાયમાન છે. બૉસ તમારાથી ખુશ છે અને સહયોગીઓ સંતુક્ટ છે. એને લીધે તમારું કામ સાવ આસાન થઈ જશે. તમે જૂના મિત્રોના સંપર્કમાં આવશો એવું જણાય છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમને પોતાના પરિવાર અને ઘર માટે કંઈક કરવાની તીવþ ઇચ્છા થશે. નોકરી-ધંધામાં તમે નિર્વિરોધપણે પોતાનાં લક્ષ્યો સુધી પહોંચશો એવા ગણેશજીના આર્શીવાદ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK