આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમારા મગજમાં આઇડિયાઝનો ઊભરો આવશે અને એનો અમલ કરવાથી તમારી કાર્યક્ષમતા વધી જશે.

astri

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારા મગજમાં આઇડિયાઝનો ઊભરો આવશે અને એનો અમલ કરવાથી તમારી કાર્યક્ષમતા વધી જશે. તમારા કામની કદર થાય નહીં તો હતાશ થયા વગર પોતાનું કામ કર્યે રાખવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે રાતી રાયણ જેવા હશો અને તમારામાં સ્ફૂર્તિનો ભંડાર ભરેલો હશે. સીધેસીધું કામમાં ગળાડૂબ થવાને બદલે બ્રેક લેવો અને સારી સ્થિતિનો આનંદ માણવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારો મહત્વપૂર્ણ બિઝનેસ પ્રોજેક્ટ પૂરો થયે તમારા અંગત જીવનમાં નવું પ્રકરણ શરૂ થશે. કંઈ પણ હોય, તમારી દોડધામ વધી જવાની.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે તમારા પર નવી જવાબદારીઓ આવી પડશે અને એને લીધે વ્યસ્તતા વધશે તથા તમે થાકી જશો. સાંજના સમયે રિલૅક્સ રહીને તાજામાજા થઈ જવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે પોતાની કાર્ય કરવાની વ્યુહરચનામાં ફેરફાર કરશો અને અગાઉની રીત કરતાં વધારે કાર્યક્ષમતા હાંસલ કરશો. જીવનસાથી મળવાના ઊજળા સંજોગો છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ખંતપૂર્વક અને મક્કમતાથી કામ કરવાને લીધે તમે સફળતાનાં શિખરો સર કરી શકશો. તમારી સામે આવનારી દરેક તકને ઝડપવાનો પ્રયાસ કરતા નહીં, કારણ કે અમુકમાં વધારે જોખમ હોઈ શકે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નાણાકીય વ્યવહારો માટે અને રોકાણ કરવા માટે અદ્ભુત દિવસ છે. આ કાર્યોમાંથી તમે નફો રળી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે કરુણાવાન બની જશો અને તમારી મદદની જરૂર હશે એવી દરેક વ્યક્તિને તમે ના નહીં પાડો. જોકે નકારાત્મક તત્વોથી દૂર રહેવું સારું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે સામાજિક કાર્યક્રમોમાં તમારો સમય મોજમસ્તીથી પસાર થશે અને તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે વધારે વ્યસ્ત નહીં હો છતાં માનસિક શાંતિ રાખવાનો ખાસ પ્રયાસ કરવો. પૂરતો વિચાર કર્યા વગર કોઈ વાતમાં નિષ્કર્ષ પર પહોંચી જવું નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે અસલી મિજાજમાં હશો અને અંગત તથા વ્યવસાયી જવાબદારીઓ સહેલાઈથી પાર પાડશો. તમારા કામનું મૂલ્ય ઓછું આંકવા માગતા લોકોથી સાવધ રહેવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જોખમો ખેડવાં એ બેધારી તલવાર જેવી બાબત છે. એમાં તમને સારું વળતર મળવાની શક્યતા હોય છે, પરંતુ સાથે-સાથે અનિચ્છનીય પરિણામ આવવાની પણ શક્યતા હોય છે. આજે આખો દિવસ તમે દ્વિધામાં રહેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK