શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમે કપરા સમયમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારી વ્યક્તિ છો.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે કપરા સમયમાં શ્રેષ્ઠ કામગીરી બજાવનારી વ્યક્તિ છો. આજે તમે દબાણ હેઠળ ઉત્કૃષ્ટ કામ કરી બતાવશો. જોકે એનો શિરપાવ મળવામાં વાર લાગી શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારું રાબેતા મુજબનું કામ સરળતાથી ચાલી રહ્યું હોવાથી તમે હવે લાંબા ગાળાનાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે મનોવિશ્લેષણના વિષયમાં રુચિ લેવા લાગશો. જોકે તમારે લોકોના અંગત જીવનમાં ડોકિયાં કરવાનું ટાળવું. પારિવારિક અને આર્થિક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે કંઈ પણ રચનાત્મક કાર્ય કરવાના મૂડમાં નહીં હો. આથી રાબેતા મુજબનું કામ કરીને સંતોષ માની લેશો. એમ છતાં સાંજ સુધીમાં તમે કંટાળી જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ અનેક ઉતાર-ચડાવ આવશે. તમારા અંગત જીવનની કોઈક ઘટનાને લીધે તમે નિરાશ થઈ જશો, પરંતુ આવક વધવાને લીધે ઉદાસી ઘટી જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા મગજમાં અનેક નવા વિચારો આવશે. તમે કરુણાવાન બની જશો અને લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખશો. અન્ય લોકો પ્રત્યેના તમારા વલણને લીધે તમે અનેક મિત્રો બનાવી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામકાજ પર હશે. જો કોઈ વ્યક્તિ તમને ખલેલ પાડવાનો પ્રયાસ કરશે તો એ તમને નહીં ગમે. સાંજે કોઈ વિશિષ્ટ વ્યક્તિ જોડે તમારી મુલાકાત થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ નવું કાર્ય શરૂ કરવા માટે સાનુકૂળ છે. જોકે તમારે ઈષ્ર્યાળુ તત્વોને આજુબાજુ ફરકવા દેવાં નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


અનેક નાની-નાની સમસ્યાઓ પણ માણસને હેરાન કરી શકે છે, પરંતુ તમને નહીં; કારણ કે આજે તમે આક્રમક મૂડમાં હશો અને દરેક સમસ્યાનો હલ લાવી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે સંબંધોની નકારાત્મક બાજુ જોવા લાગો એવી શક્યતા છે. આ વૃત્તિ ટાળવી અથવા તો જે ખોટું છે એના વિશે મુક્તપણે વાત કરી દેવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજના સુંદર દિવસે તમારી રોમૅન્ટિક મુલાકાત થશે. તમારે એ સંબંધને આગળ વધારતા પહેલાં પોતાના માટે એ વ્યક્તિ યોગ્ય છે કે નહીં એનો વિચાર કરી લેવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સામાન્ય રીતે તમે હૃદય અને મગજ વચ્ચે ખેંચતાણ અનુભવો છો, પરંતુ આજે તમારા મગજનું કંઈ નહીં ચાલે. બન્ને વચ્ચે સંતુલન રાખવાનો પ્રયાસ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK