ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

છેલ્લા થોડા વખતથી તમે વ્યવસાયી કામકાજ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહો છો.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


છેલ્લા થોડા વખતથી તમે વ્યવસાયી કામકાજ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહો છો. આવા સમયે જો તમારે પોતાના લાભ માટે કંઈક કરવા માટે બ્રેક લેવાની જરૂર છે. તબિયત પણ ચિંતા કરાવી શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે વ્યવસાયી અને અંગત જીવન વચ્ચે કાબિલેદાદ સંતુલન જાળવી શકશો એવું ગણેશજી કહે છે. તમે લોકોને તમારા પૈસા તફડાવી જતા રોકવામાં સફળ નીવડશો. પોતાનાં લક્ષ્યો સુધી પહોંચવાની દોડમાં તમે કદાચ પાછળ રહી જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે નાણાકીય બાબતો, સંયુક્ત માલિકીની ઍટ્સ અને પ્રૉપર્ટીની બાબતોએ ચિંતામાં રહેશો એવું ગણેશજી કહે છે. તમે થોડા ચીડિયા બની જશો અને ક્ષુલ્લક વિષયોને કારણે પણ તમારો મૂડ બગડી જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે કોઈ વિશેષ ઘટના બનવાની નથી. તમે રાબેતા મુજબનાં કાર્યોમાં વ્યસ્ત રહેશો અને રોજિંદી પ્રવૃત્તિઓ કરીને સંતોષ માનશો. કોઈ સાહસ નહીં થાય એનો અર્થ એવો નથી કે તમે મોટા ભાગનો દિવસ ફુરસદમાં રહેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા ફરતે ભલે આભાનું કૂંડાળું ન હોય, પણ તમને આધ્યાત્મિક બાબતમાં આગળ વધતાં કોઈ રોકી શકે એમ નથી. તમે ધાર્મિક સાહિત્ય વાંચીને સૂક્ષ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઇચ્છાને સંતોષી શકશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આરોગ્યની વાત આવે ત્યારે જરાય ઢીલ કરવી નહીં એવું ગણેશજી કહે છે. જૂના ઘા ખોતરવાની તાકાત તમારામાં નથી. જોકે આજે શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે વિચારોમાં ખોવાયેલા રહેશો એવું ગણેશજી કહે છે. તમે વધુ ઉજ્જવળ ભવિષ્યની ઇચ્છા રાખશો, પરંતુ પહેલાં જેવો રહેતો એવો જ આજનો પણ દિવસ છે

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે મિત્રો અને પ્રિયજનો તમને રાહતનો અનુભવ કરાવશે એવું ગણેશજી કહે છે. શક્ય હોય એટલો વધારે સમય તેમની સાથે ગાળો. પ્રિયકર સાથેનો રોમૅન્સ સ્વર્ગીય સુખ સમાન રહેશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે વાતવાતમાં ગુસ્સે થઈ જાઓ એવી શક્યતા છે. આથી એને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવો. તમારે એની પાછળનું કારણ જાણી લેવું અને એનો હલ લાવવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે પોતાનાં લક્ષ્યો પાર પાડવા માટે ઉચિત-અનુચિત તમામ પ્રકારનાં પગલાં ભરશો એવું ગણેશજી કહે છે. બૌદ્ધિક વિકાસ અદ્ભુત રહેશે અને તમારી સ્વયંસ્ફુરણા પણ સતેજ રહેશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા પર કામનો ઘણો મોટો બોજ રહેશે, પરંતુ અધૂરાં અસાઇનમેન્ટ પૂરાં કરી શકશો. જોકે તમારે એ બોજ સહન કરીને પણ આગળ વધતા રહેવું, અન્યથા પ્રગતિ અટકી જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પાડોશીને પ્રેમ કરો એવા ધર્મોપદેશનું આજે તમે અક્ષરશ: પાલન કરશો. તમે આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં મગ્ન રહેશો એવું ગણેશજી કહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK