ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે કોઈ જટિલ પરિસ્થિતિમાં સપડાઈ જાઓ એવી શક્યતા છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કોઈ જટિલ પરિસ્થિતિમાં સપડાઈ જાઓ એવી શક્યતા છે. તમારો આત્મવિશ્વાસ ડગમગી જશે. સાંજ સુધીમાં તમે ફરી ઉત્સાહમાં આવી જશો. નવા પ્રોજેક્ટ શરૂ કરી શકાય.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે નિષ્ઠાપૂર્વક કામ કરશો. આમ છતાં અમુક કાર્યોમાં તકલીફ નડી શકે છે. તમારા વાતાવરણમાં કંઈક નકારાત્મક હોવાથી આ સ્થિતિ સર્જા‍ઈ છે. ચિંતા કરવી નહીં. ટૂંક સમયમાં બધું થાળે પડી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારામાં શક્તિનો સંચાર થશે, પરંતુ એનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે ગૂંચવણ ઊભી થશે અને ઉત્સાહનો અભાવ વર્તાશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


કામના સ્થળે તમારે મહત્વનાં કાર્યો માટે પણ હાથ નીચેના માણસો પર આધાર રાખવો પડશે, કારણ કે તમે આર્થિક બાબતોમાં ગૂંથાયેલા હશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારે મુશ્કેલીઓનો સામી છાતીએ મુકાબલો કરવો અને હંમેશ માટે એમનો અંત લાવી દેવો. આવા સમયે લાગણીઓ તમને રોકે નહીં એ વાતનું ધ્યાન રાખવું.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી હિંમત અને અટકળો લગાવવાની ક્ષમતાને લીધે તમે જોખમો ખેડવા પ્રેરાશો. જોકે ગ્રહમાન સાનુકૂળ ન હોવાથી તમારે પોતાની મર્યાદાઓ ઓળંગવી નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ક્ષુલ્લક બાબતોમાં પડવું નહીં. અન્યથા તમારી સામેનું બૃહદ્ ચિત્ર ધૂંધળું થઈ જશે. કેટલાક લોકો તમારી એકાગ્રતામાં ભંગ પાડવાનો પ્રયાસ કરશે. તેમના તરફ ધ્યાન દેવું જ નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે આજે ખુશમિજાજ રહેશો અને છૂટથી ખર્ચ કરશો. જીવનસાથી માટે વધારે ખર્ચ કરશો. આ સાથે જ તમારે આર્થિક બાબતો પર લક્ષ આપવું જરૂરી છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો આખો દિવસ તમે પરિવારની સારસંભાળ પાછળ વિતાવશો અને તેમના પર સ્નેહની વર્ષા કરશો. તેનાથી તમને પોતાને પણ ઘણો સંતોષ અનુભવાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે પ્રિયકરની ઇચ્છાઓ મુજબ ચાલશો અને તેમને શૉપિંગ કરવા લઈ જશો. દેખીતી વાત છે કે તમારું ખિસ્સું ખાલી થઈ જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી વિચક્ષણ વાક્પટુતાનાં દર્શન થશે. તમે મીઠી વાણી દ્વારા અનેકોનાં દિલ જીતી લેશો. જોકે એકની સાથે સારા થવાથી બીજાને માઠું લાગી શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના સરસ મજાના દિવસે તમારી સર્જનશક્તિ ખીલી ઊઠશે. એનો પૂરેપૂરો લાભ લેવો. તમારે પોતાના અવનવા વિચારોને સુવ્યવસ્થિત કરવા પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK