જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે તમે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર કામને બાજુએ મૂકી દેશો

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર કામને બાજુએ મૂકી દેશો, કારણ કે તમે પરિવારજનોને લાડ લડાવવાના મિજાજમાં છો. મૉલ કે મલ્ટિપ્લેક્સમાં જવાનું થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


નાણાકીય મોરચે ગ્રહમાન તમારા માટે સાનુકૂળ રહેશે. આથી પૂર્વનિયોજિત રોકાણ કરી લેવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે નાણાકીય પ્રfનોમાં ગૂંથાયેલા રહેશો. તમે તાકીદના સમયે કામ આવી શકે એ માટે મહેનતની કમાણી લાંબા ગાળાની સિક્યૉરિટીમાં રોકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પોતાના આઇડિયાને અનુસરશો. કદાચ તમારે આકરા નિર્ણયો લેવા પડે એવા સંજોગો નિર્માશે. તર્કબદ્ધ વલણ અપનાવવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે. જો સવારના ભાગમાં તમને નીરસતા જણાશે તો સાંજના સમયે ઉત્સાહ વર્તાશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી સામે એવા પડકારો ઊભા થશે જેનાથી તમારી વેપારી કુનેહની કસોટી થશે. તમારા અવનવા વિચારો સહયોગીઓને તથા ઉપરીઓને પ્રભાવિત કરી દેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી સામાજિક પ્રતિષ્ઠા વધવાનો યોગ છે. આ સ્થિતિનો તમે કેટલા પ્રમાણમાં લાભ લો છો એનો આધાર તમારા અંગત ચારિત્ર્ય પર છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારે પોતાના કામને વળગી રહેવું અને મોંબદલો મેળવવાની જરાય આશા રાખ્યા વગર કામ કર્યે જવું, કારણ કે એ મળવામાં વિલંબ થઈ શકે છે. જોકે તમને એ મYયા વગર નહીં રહે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


પોતાની પારિવારિક સમસ્યાઓનો હલ લાવવાનો પ્રયાસ કરતી વખતે તમારે દરેક રાજી રહે એવી કોશિશ કરવી નહીં, કારણ કે કોઈ પણ માણસ હંમેશાં બધાને ખુશ રાખી શકતો નથી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વિદેશમાં ઉચ્ચાભ્યાસ કરવાની તક શોધવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને જો અત્યાર સુધી નસીબે સાથ આપ્યો નહીં હોય તો આજે એને ફરી અજમાવી જોવાનો સમય આવી ગયો છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


વ્યવસાયમાં તમારી પ્રતિષ્ઠા વધશે, કારણ કે છેલ્લા થોડા વખતથી તમે ઘણા ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છો. સાંજનો સમય પરિવારજનો માટે ફાળવજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી સફળતાનું ખરું શ્રેય તમારા પરિવારજનોને ફાળે જાય છે. તેમણે તમને તડકા-છાંયડામાં અડીખમ ટેકો આપ્યો છે. તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK