શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજનો દિવસ તમે નવા લોકોને મળવામાં અને તેમની પાસેથી કંઈક નવું શીખવામાં ગાળશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ તમે નવા લોકોને મળવામાં અને તેમની પાસેથી કંઈક નવું શીખવામાં ગાળશો. મનને ગમી જાય એવી વ્યક્તિ સાથે ભેટો થવાનો યોગ પણ દેખાય છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે અમુક પારિવારિક પ્રશ્નો ખડા થઈ જવાને લીધે તમારી ચિંતા અને મુશ્કેલી બન્ને વધી જશે. તમારે સાવધાનીપૂર્વક વર્તવું. તબિયતનું ખાસ ધ્યાન રાખવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે મક્કમતા અને ખંતની મદદથી તમામ કાર્યો સફળતાપૂર્વક પાર પાડશો. અન્ય લોકોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો. આર્થિક અસલામતી સતાવી શકે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારું સંપૂર્ણ ધ્યાન સ્વજનો પર રહેશે, કારણ કે દિવસ તેમના માટે જ છે. તમારો કરુણાવાન અને મોહક સ્વભાવ હોવાથી તેમની સાથેના સંબંધો ઘનિષ્ઠ બનશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે વ્યવસાયી કામમાં મગ્ન રહેશો. હાલના તમારા ભાગીદારીના બિઝનેસને લગતા કેટલાક અગત્યના નિર્ણયો લેશો. વધુપડતો શ્રમ કરવો નહીં.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમને ઘણા વખતથી સતાવી રહેલી અંગત સમસ્યાઓના હલ લાવવા માટે દિલથી પ્રયાસ કરવા. સાંજનો સમય તમે સામાજિક મેળમિલાપમાં વિતાવીને તાજામાજા થઈ જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે આજે ભૂતકાળમાં સરી પડશો અને એ વખતની ભવ્યતાનો આસ્વાદ ફરીથી કરશો. કંપનીમાં સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે વૈચારિક આદાનપ્રદાન કરવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


રોમૅન્સથી ભરેલો દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. તમારા પ્રિયપાત્ર જોડેનો મેળાપ અદ્ભુત રહેશે. સુખનો સૂરજ ઊગ્યો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી આકરી મહેનતનું તત્કાળ ફળ કદાચ નહીં મળે. ટૂંક સમયમાં એની કદર થશે અને તમારી અપેક્ષાઓ આજે નહીં તો કાલે સંતોષાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ વ્યસ્તતાપૂર્ણ રહેવાની શક્યતા છે. તમે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં રમમાણ રહેશો. તમારી કારકર્દિીમાં પ્રગતિ થવાનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


બિઝનેસ કરનારાઓ કે નાણાકીય ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા લોકો માટે આજનો દિવસ સાનુકૂળ છે. તમે આખો દિવસ વ્યસ્ત રહેશો અને છતાં તમારો ઉત્સાહ અને સ્ફૂર્તિ અકબંધ રહેશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે ઘણા સંવેદનશીલ બની જશો. જોકે પિત્તો ગુમાવવો નહીં. તમારી નાણાકીય સ્થિતિ ચિંતાનું કારણ બનશે. પારિવારિક જીવન પર એની અસર થવા દેવી નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK