જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે તમને સમજાઈ જશે કે જીવનમાં સફળતા મેળવવી જરૂરી છે, પરંતુ સ્વજનોનો સ્નેહ એનાથી પણ વધારે મૂલ્યવાન છે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને સમજાઈ જશે કે જીવનમાં સફળતા મેળવવી જરૂરી છે, પરંતુ સ્વજનોનો સ્નેહ એનાથી પણ વધારે મૂલ્યવાન છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ વ્યસ્તતાપૂર્ણ રહેશે. મહેનત કરવામાં કંઈ ખોટું નથી, પરંતુ તબિયતનું ધ્યાન રાખ્યા વગર વધુપડતું કામ કરવાનું ટાળવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે તમામ સંબંધોનું જતન કરવા માટે ખાસ પ્રયાસ કરવા. લોકો સાથેના સંવાદથી તમારો અનુભવ સમૃદ્ધ બનશે. જોકે દલીલો કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


વિરોધીઓની કપટલીલાથી બચવા માટે તેમના પર બારીક નજર રાખવી. આજે તમે આધ્યાત્મિકતા અને તત્વચિંતન તરફ વળશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ બિઝનેસ માટે પ્રવાસ કરવા માટે સાનુકૂળ છે. તમારે આજે અનેક પ્રશ્નો હાથ ધરવા પડશે અને એના માટે મગજ કસવું પડશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારા પ્રેમજીવનમાં કોઈ સમસ્યા સર્જા‍વાની આશંકા છે. બધાં કાર્યોમાં, ખાસ કરીને બપોરના સમયે સાવધાન રહેવું. સહજ વર્તન કરવું અને આત્મવિશ્વાસપૂર્વક વર્તવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


મિત્રો અને સંબંધીઓ પાસેથી વધુપડતી અપેક્ષાઓ રાખવી નહીં. તમારી પ્રતિષ્ઠા ખરડવા માગતા લોકોથી સાવધ રહેવું. રોમૅન્સ માટે સાંજનો સમય સારો રહેશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે કામના સ્થળે જટિલ સમસ્યાઓનો હલ લાવી શકશો. પ્રેમાંકુર ફૂટવાનો યોગ છે. પ્રિયકર જોડે નિકટતા વધશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજની ઘટનાઓ તમે ઇચ્છો છો એ મુજબની રહેશે. કામના સ્થળે બોજ ન હોવાથી તમે રિલૅક્સ રહી શકશો. પારિવારિક સુમેળ જળવાઈ રહેશે તેથી જીવનમાં શાંતિનો અનુભવ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારે જૂના મિત્રોના સંપર્કમાં રહેવું. તેનાથી તમને પ્રસન્નતા અનુભવાશે. પ્રેમની સુખાનુભૂતિને લીધે જીવન અર્થપૂર્ણ બનશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કોઈ પણ સ્થિતિનો લાંબા ગાળાની દ્રષ્ટિએ વિચાર કરવો. ફક્ત ટૂંકા ગાળાના લાભ વિશે વિચારવું નહીં. કોઈ પણ સાહસ ખેડતાં પહેલાં પૂરતી પૂર્વતૈયારીઓ કરી લેવી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજની ઘટનાઓ જો તમારી ધારણા મુજબ ન બને તો પણ તમારે ધીરજ રાખવી અને મનમાં જે હોય એ મુક્તપણે કહી દેવું. આ રીતે તમે મુશ્કેલીઓથી બચી રહેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK