જાણો કેવો રહેશે આજનો દિવસ

આજે તમે કોઈ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કરો એવો યોગ હોવાનું ગણેશજી કહે છે.

astrology


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે અંતરાત્માના અવાજને વધુ મહત્વ આપવાનો નિર્ણય લીધો છે અને ગણેશજી કહે છે કે આ નિર્ણય યોગ્ય છે. એનું કારણ એ છે કે તમે જે કંઈ કરો એમાં અંતરાત્માનો અવાજ તમને ચોકસાઈ રાખવા પ્રેરે છે.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે કોઈ મહkવપૂર્ણ સીમાચિહ્ન સર કરો એવો યોગ હોવાનું ગણેશજી કહે છે. શારીરિક આરોગ્યની સાથે-સાથે ભાવનાત્મક તંદુરસ્તી પણ આવશ્યક હોય છે. સાંજનો સમય તમે સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે ગાળો એવી સંભાવના છે.


જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા પ્રેમપ્રકરણમાં ઘણા મોટા ઉતાર-ચડાવ આવવાની શક્યતા હોવાનું ગણેશજી કહે છે. બપોરના સમયે તમારે કેટલીક બાબતોની કાળજી લેવી પડશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પ્રિયકર વિશેનાં દિવાસ્વપ્નમાં મહાલશો. દિવસ પૂરો થવાના સમયે તમારાં સ્વપ્નો સાકાર થવાનો યોગ છે. બપોરના સમયે તમે કેટલીક ગંભીર પરિસ્થિતિને કળપૂર્વક સંભાળી લેશો. કામના સ્થળે તમારો તરવરાટ જોવા મળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


બિઝનેસને લગતો પ્રવાસ કરવા માટે શુકનિયાળ સમય છે. ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફળદાયી નીવડશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે સંપૂર્ણ ધ્યાન કેટલાક પ્રfïનોના હલ લાવવામાં આપશો.


વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે મુક્ત પંખીની જેમ વિહાર કરશો. એનાથી તમારો આત્મવિશ્વાસ વધી જવાનો યોગ છે. જોકે તમારી પાસેથી વધુપડતી અપેક્ષાઓ રાખવામાં આવવાની હોવાથી તમે ફરી પાછા બંધાઈ જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી કહે છે કે દિવસના પાછલા ભાગમાં તમને પ્રગતિશીલ અને ઉદાર પ્રકૃતિ ધરાવતી વ્યક્તિની મદદ મળશે. એનાથી તમે કારકર્દિીમાં હનુમાનકૂદકો મારી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ તમારા માટે હળવાશભર્યો રહેશે. સાનુકૂળ સ્થિતિમાં તમે પ્રગતિ કરી શકશો. બિઝનેસના વ્યવહારોમાં અચરજ થાય એવો નાણાકીય લાભ મળશે. શૈક્ષણિક પ્રગતિ પણ ઝડપી હશે. આ બધું થયા બાદ પણ તમે પોતાની સમજદારી નહીં છોડો એવું ગણેશજી કહે છે.


સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે પગ લંબાવીને આરામ કરવાનો દિવસ છે. ગણેશજી કહે છે કે તમને માનસિક તાણમાંથી રાહત મળશે. જોકે અમુક બાબતોને લીધે તમારી એકાગ્રતા તૂટી શકે છે, પણ એની ચિંતા કરવી નહીં.


કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


મિત્રો સાથે મોજમજા કરવાનું કોને ન ગમે? જોકે આજનો દિવસ અપવાદાત્મક બની શકે છે, કારણ કે તમે ઘણા જ વ્યસ્ત રહેશો. નસીબ હશે તો મિત્રો સાથે મુલાકાત થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે અત્યાર સુધી જેના તરફ દુર્લક્ષ કરતા હતા એવા કાર્ય માટે સમર્પિત થઈ જશો. જો બીજું કંઈ ન હોય તો નોકરીમાં ભરતીની જાહેરખબરો વાંચીને ઇન્ટરવ્યુ આપવા જવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારો સારો સમય શરૂ થઈ રહ્યો છે. તમને પગારવધારો કે બઢતી મળી શકે છે. તમે પરિવારને અને વ્યવસાયી કામકાજને સરખું મહkવ આપશો એમ ગણેશજી કહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK