આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમારે ઘણા સતર્ક રહેવાની જરૂર હોવાનું ગણેશજી કહે છે.

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે ઘણા સતર્ક રહેવાની જરૂર હોવાનું ગણેશજી કહે છે. તમે ઘણા વખતથી જે મહેનત કરી રહ્યા છો એના પર કોઈ ઉતાવળિયા નિર્ણયને લીધે પાણી ફરી વળવાનું જોખમ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના દિવસે બધું સારું રહેશે એવી શક્યતા નથી એમ ગણેશજી કહે છે. તમે મોટા ભાગના સમયે રાહતનો અનુભવ કરી શકશો, પરંતુ સમસ્યાઓ ઊભી થવાની શક્યતા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


બૉસ તમને નવી જવાબદારીઓ સોંપશે એવું ગણેશજી કહે છે. દિવસ દરમ્યાન તમે જે તંગદિલી અનુભવશો એ બધી દિવસના અંતે પૂરી થઈને તમે આનંદ માણી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે હાજરજવાબી અને ચપળ રહેશો એવું ગણેશજી કહે છે. નકારાત્મક વિચારોનો અને માન્યતાઓનો ત્યાગ કરીને જીવનની ધુરા પોતાના હાથમાં લઈ લેવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


લોકો તમારા પર ભરોસો રાખી શકે છે. આજે તમે કાર્ય પ્રત્યેની અને પરિવાર પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણભાવ દ્વારા પોતાની વિશ્વસનીયતા પુરવાર કરી દેશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી કહે છે કે તમે મોટા પ્રોજેક્ટ સંભાળવા માટે સમર્થ છો. તમે મોટી ટીમનું નેતૃત્વ કરો અને તેમની પાસેથી કામ કઢાવો એવી શક્યતા છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી કુદરતી આવડતોની નોંધ લેવાશે. એને પગલે તમારા સહયોગીઓ અને ઉપરીઓની નજરમાં તમારું માન વધી જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


હંમેશાં આંખે જોયેલી અને જાણેલી વસ્તુઓ પર જ વિશ્વાસ કરવો એ આજે તમને સમજાઈ જશે. કોઈએ કહેલી વાત પર વિશ્વાસ મૂકવો નહીં. ટોળામાંની એક વ્યક્તિ બનવાને બદલે પોતાની અલગ ઓળખ વિકસાવવી એવું ગણેશજી કહે છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ ઉજ્જવળ અને શીતળતાભર્યો છે. તમે જીવનસાથી જોડે વધારે સમય ગાળશો અને પારિવારિક કાર્યોમાં મદદ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે વ્યવહારુ અને સર્જનશીલ બનીને પોતાની આવડતોનો મહત્તમ ઉપયોગ કરી શકશો. કોઈની પણ તરફેણ કર્યા વગર કે કોઈનું પણ મન દુભાવ્યા વગર પારિવારિક પ્રશ્નોનો હલ લાવી શકશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારું મન આર્થિક બાબતોમાં વ્યસ્ત રહેશે. જો તમે આર્થિક બાબતોનો હલ લાવવા માગતા હો તો આજે યોગ્ય દિવસ છે. સાંજે તમે મિત્રો જોડે આનંદપ્રમોદ કરી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે અણધાર્યા ખર્ચ કરવા પડશે. તમે કોઈ પણ પ્લાનિંગ વગર ટૂંકા પ્રવાસે જવા રવાના થઈ જાઓ એવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK