ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજના સંજોગો થોડા નાજુક હશે.

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના સંજોગો થોડા નાજુક હશે. તમે એમનો પ્રતિકાર કરવા જશો કે સામા થવા જશો તો તમારી સમસ્યા વધી શકે છે. આથી આવેશને કાબૂમાં રાખો અને માનસિક શાંતિ માટે મેડિટેશન કરો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


કલાકારોની કલ્પનાશીલતા આજે ચરમસીમાએ પહોંચશે અને તેથી તેમના માટે દિવસ ઉત્તમ છે. રોમૅન્સનો સમય છે. વિજાતીય વ્યક્તિ પર તમારો ઘણો જ પ્રભાવ પડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે સ્નેહીઓ પાછળ ભરપૂર ખર્ચ કરશો. જોકે પોતાના માટે એક પૈસો પણ નહીં ખર્ચો, કારણ કે તમારું સુષુપ્ત મન આધ્યાત્મિકતા તરફ વળી રહ્યું છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારો ઉત્સાહ અને જુસ્સો અન્ય લોકોને પણ અસર કરશે. તમારા સાથીઓ એનાથી પ્રેરિત થઈને પોતાની પૂર્ણ ક્ષમતા હાંસલ કરવા માટે પ્રયાસ કરશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


સ્નેહીઓને આજે તમારે પોતાના સ્નેહનો પરિચય કરાવવો. તેમની સાથે, ખાસ કરીને જીવનસાથી અને સંતાનો સાથે, સરસ મજાનો સમય ગાળવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે ઘણા લાગણીશીલ બની જશો અને પોતાને જે જોઈતું હશે એની બાબતે વેદિયાવેડા કરશો. અત્યારે તો તમારે પોતાના પ્રિય શોખમાં રાચવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે કુંવારા હો કે પરિણીત હો, તમારો પ્રેમસંબંધ ગાઢ બનશે. તમે વધુ નિકટતા સાધશો અને તમારામાં આનંદ છલકાતો હશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે વ્યવસાયી મોરચે કેટલીક બાબતોમાં પરિવર્તન લાવવા માટે દિલથી પ્રયાસ કરી રહ્યા હશો, પરંતુ તમારે રાતોરાત પરિણામ મળે એવી આશા રાખવી નહીં. ક્યારેક તો તમને શિરપાવ મળી જ જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમને મોટી પાર્ટીની લલચાવનારી ઑફર મળશે; પરંતુ ઑફરને ઠુકરાવી દેશો, કારણ કે તમને મોજશોખ કરવાની ઇચ્છા નહીં હોય.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વિદેશમાં ઉચ્ચાભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓનું નસીબ ચમકવાનો યોગ છે. આથી એ દિશામાં પ્રગતિ ચોક્કસપણે થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે વાતોડિયા સ્વભાવના છો, પરંતુ આજે તમે એટલું બધું બોલી નાખશો કે સાંજના સમયે એકલા રહેવાનું પસંદ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે નિયતિએ નિર્ધારેલા કોઈ પણ સંજોગોને સ્વીકારી લો છો. તમે સંબંધને મજબૂત કરવા માટે પોતાના હિતનો ભોગ આપતાં નહીં અચકાઓ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK