આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે પોતાનું જોર બતાવવાની કોશિશ કરશો. અમુક લોકોને તમારું આ વલણ નહીં ગમે, જ્યારે બીજા કેટલાક લોકો તમારી ક્ષમતાઓથી અંજાઈ જશે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પોતાનું જોર બતાવવાની કોશિશ કરશો. અમુક લોકોને તમારું આ વલણ નહીં ગમે, જ્યારે બીજા કેટલાક લોકો તમારી ક્ષમતાઓથી અંજાઈ જશે. બન્ને સ્થિતિનો સ્વીકાર કરવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આસપાસના લોકોની પ્રવૃત્તિઓ પાછળના ઇરાદાઓને સમજવા માટે તમારે તેમની વિચારસરણીને ઓળખવી જરૂરી છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે સાનુકૂળ અને પ્રતિકૂળ ઘટનાઓને લાગણીઓના પ્રવાહમાં તણાઈ ગયા વગર સ્વીકારી લેશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે વિશિક્ટ અને શુકનિયાળ છે. મોટા ભાગે તમે નવા ઘરમાં શિફ્ટ થઈ જશો. અભિનંદન.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઢંગધડા વગરનું જીવન જીવવાનું છોડીને આયોજનબદ્ધ બનવાની શરૂઆત કરશો. એના માટે તમે ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન બારીકીપૂર્વક કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારા મગજમાં અનેક કાર્યોની ખીચડી થઈ ગઈ હોવાથી દરેકની પ્રાથમિકતા નક્કી કર્યા પછી જ આગળ વધવું. અન્યથા તમે કોઈ કામ પાર નહીં પાડી શકો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે તમામ કાર્યોને આખરી ઓપ આપશો. નવા પ્રોજેક્ટ્સમાં સફળતા પ્રાપ્ત થશે તથા તમે સૌને પ્રભાવિત કરી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને સકારાત્મક વિચાર કરવામાં મદદરૂપ થયેલાં પ્રેરણાદાયી પુસ્તકોને લીધે આસપાસના લોકો વિશેના તમારા દ્રષ્ટિકોણમાં ઘણો ફરક પડી ગયો છે. એનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે પોતાની છબિ સુધારવા મથી રહ્યા હશો. એના માટે બ્યુટી-સલૂનમાં જવાનું થશે, જે ખર્ચાળ સાબિત થઈ શકે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારું મગજ આર્થિક બાબતોના વિચારોથી ભરાયેલું રહેશે. તમે સામાન્ય રીતે કરકસર કરનારી વ્યક્તિ છો, પરંતુ આજે શૉપિંગમાં ઘણો ખર્ચ કરી કાઢશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી કારકિર્દીમાં કોઈ મોટા વળાંક આવવાના નથી. તમે દરેક બાબત આરામપૂર્વક હાથ ધરી શકશો. તમારા કાર્યની કદર થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


રોમૅન્ટિક મોરચે આજનો દિવસ અતિ ઉત્તમ રહેશે. તમારા પ્રિયકરને તમારો સંગાથ જોઈશે. સાંજનો સમય આનંદપ્રદ હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK