આ છે આજનું રાશિ ભવિષ્ય

આજે તમે કારકિર્દીને લગતા નિર્ણયો તથા નાણાકીય બાબતોમાં વ્યસ્ત રહેશો.

astrl

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે કારકિર્દીને લગતા નિર્ણયો તથા નાણાકીય બાબતોમાં વ્યસ્ત રહેશો. ઘણુંબધું કામ કર્યા પછી તમને રાહતની જરૂર પડશે. ક્યાંક ફરવા જવાનો કાર્યક્રમ ગોઠવાવાની શક્યતા હોવાથી તમારો ઉત્સાહ વધી જશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી કહે છે કે આજે તમારામાં ઉત્સાહ અને ઉમંગ છલકાતા હશે. તમે રમતિયાળ બની જશો અને પોતાને તથા અન્યોને ખુશ રાખવા ઇચ્છશો. જૂના મિત્રોને મળવાનું તમને ગમશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

વિજાતીય વ્યક્તિ સાથેની વાતચીતમાં તમને સકારાત્મક અને આનંદદાયી પરિણામ પ્રાપ્ત થશે. સરકારી કર્મચારીઓને પરિવારજનો તથા બૉસ પાસેથી નૈતિક ટેકો મળશે. શિક્ષણમાં તમે અનેક સમસ્યાઓનો હલ લાવી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
તમે પોતાની ખુશી માટે કોઈ સખાવતી સંસ્થાને દાન આપશો. નોકરીના સ્થળે તમારે કોઈ નવું હિંમતભર્યું પગલું ભરવાને બદલે રાબેતા મુજબની પ્રવૃત્તિઓને વળગી રહેવું એવું ગણેશજી કહે છે. નાણાકીય મોરચે દિવસ સારો જશે.


લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

બૅગ-બિસ્તરા ભરી લો. ગણેશજી કહે છે કે તમારે ટૂર પર જવાનો યોગ છે. તમે એકલા કોઈ સાહસે નહીં જાઓ તો પણ પરિવારની સાથે જવાનું થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજના દિવસનો પ્રારંભ તમે આજે કરવાનાં કામોની યાદી બનાવીને કરશો. જોકે ગણેશજી કહે છે કે ફક્ત લખી રાખવાથી કંઈ નહીં થાય. કામની પ્રાથમિકતા નક્કી કરો અને વાસ્તવમાં જે પાર પાડી શકાય એવાં જ કાર્યો નક્કી કરવાં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

તમારાં બેન્ડબાજાં વાગવાનો યોગ છે. ગણેશજી કહે છે કે આજે અનેક વિશેષ પ્રસંગો હશે અને લગ્ન માટે અનેક માગાં આવશે. તમારો કરિશ્મા જોઈને વિજાતીય વ્યક્તિઓ પ્રભાવિત થઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ઊંચા હોદ્દા પર બેઠેલા મિત્રો આજે તમને ઘણા જ મદદરૂપ થશે. તમે ગાજાંવાજાં કર્યા વગર નવા બિઝનેસ-સાહસનો પ્રારંભ કરશો. તમારી આવડતોની ભરપૂર પ્રશંસા થશે. વિજાતીય વ્યક્તિઓમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારા સ્વજનોને આજે તાકીદની સ્થિતિમાં તમારે મદદ કરવી પડશે. તમે પારિવારિક મિત્રોને લંચ કે ડિનર પર બોલાવશો. ગણેશજી કહે છે કે જીવનસાથી જોડે ઉત્કટતાપૂર્ણ સમય પસાર કરીને તમને સારું લાગશે
.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજનો દિવસ સરળતાથી પૂરો થશે, પરંતુ તમે ઉતાવળે કોઈ પગલું ભરી બેસશો અને એને કારણે સમસ્યા સર્જા‍શે એમ ગણેશજી કહે છે. જોકે બૉસ અને સહકર્મચારીઓની નજરમાં તમારી છાપ નહીં બગડે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમે ઇચ્છા મુજબનું ઘર કે કાર ખરીદી લેશો. ગ્રહમાન દર્શાવે છે કે નવી મિલકતની ખરીદી કરવા માટે સારો સમય છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમારા માટે સાનુકૂળ પુરવાર થાય એવો દિવસ છે. તમે સમયમર્યાદા કરતાં ઘણું જ વહેલું બધું કામ પતાવી દેશો. તમે ઘણા વખતથી પ્લાનિંગ કરી રહ્યા હતા એ સ્થળે સપરિવાર ફરવા જવાનો યોગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK