જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમે પોતાના સંજોગો તથા આસપાસના લોકોને વધુ સારી રીતે સમજવા માટે આજે અંતરમનમાં ડોકિયું કરશો.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે પોતાના સંજોગો તથા આસપાસના લોકોને વધુ સારી રીતે સમજવા માટે આજે અંતરમનમાં ડોકિયું કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે ઉચ્ચાભ્યાસ કરવા કે કોઈ સંશોધન અભ્યાસક્રમ માટે જવા તૈયાર થયા હશો, પણ જો એ સંસ્થામાં અત્યાધુનિક સુવિધાઓ મેળવવાની આશા રાખશો તો નિરાશ થવાનો વખત આવશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે દુન્યવી બાબતોમાં તમને જરાય રસ નહીં પડે, કારણ કે તમે મનપસંદ વિષયમાં ખૂંપી ગયા છો અને આસપાસ શું બની રહ્યું છે એની તમને જરાય પરવા નથી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા મગજને બદલે મનનું કહ્યું થશે અને તમે કરુણાથી દોરવાઈને સમાજના વંચિત વર્ગને મદદ કરશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારી વેપારી કુનેહને લીધે લોકો ઘણી પ્રશંસા કરશે. તમે આજનાં તમામ લક્ષ્યો પાર પાડવા માટેના પ્રયાસમાં કોઈ કમી નહીં રાખો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો તમારો મોટા ભાગનો સમય તમારા મનમાં રચાયેલી ભ્રમણાઓની પાછળ વીતશે. તમને કામકાજને લગતી બિનજરૂરી ચિંતા સતાવ્યા કરશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા જેવા જ વિચાર ધરાવતા લોકો સાથે આજે મુલાકાત થશે તથા તમે વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો. તેમની સામે લાગણીઓ મુક્તપણે વ્યક્ત કરજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે કામ કરવામાં ઉતાવળા નથી, પરંતુ તમારા ઉપરીઓને ખબર છે કે તમારું કામ ચોક્કસ હોય છે. આથી તેઓ તમને તમારી રીતે કામ કરવા દેશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારા કાર્યસ્થળે ગળાકાપ સ્પર્ધા થશે અને એને લીધે તમારે ઘણું સહન કરવું પડશે. સાંજનો સમય નિકટના મિત્રો સાથે ગાળજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે સખત મહેનત કરશો અને નસીબની દેવી તમારા પર મહેરબાન રહેશે. જોકે કેટલાંક ઈષ્ર્યાળુ તkવો તમારા ટાંટિયા ખેંચવાની રમત રમશે. એમની ચાલ ફાવવા દેતા નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી સાથે સ્પર્ધામાં ઉતરનાર વ્યક્તિએ પોતાના હિસાબે એ હિંમત કરવી પડશે, કારણ કે તમે સ્પર્ધાને બેરહેમીથી કચડી નાખશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પ્રથમ નજરે મુશ્કેલ લાગનારા પડકારોનો આજે તમારે સામનો કરવો પડશે, પરંતુ જો ધીરજ અને વિશ્વાસથી કામ લેશો તો તમારાં લક્ષ્યો સિદ્ધ થઈ શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK