આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે પ્રિયકરના જ વિચારોમાં ખોવાયેલા હોવાથી કદાચ તમારા ઉપરીઓ ચિડાઈ જશે.

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પ્રિયકરના જ વિચારોમાં ખોવાયેલા હોવાથી કદાચ તમારા ઉપરીઓ ચિડાઈ જશે. છેલ્લે તેઓ તમારી લાગણીઓને સમજીને સાથ આપશે. આ સ્વતંત્રતાનો મુક્તપણે લાભ લેવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


લોકો સાથેના વ્યવહારોમાં આજે સાવચેત રહેજો. જ્યાં સુધી અન્ય લોકો પર સંપૂર્ણ વિશ્વાસ ન હોય ત્યાં સુધી તમારે તેમના પર વધારે મદાર રાખવો નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારો સ્વભાવ લાગણીશીલ છે, પરંતુ આજે તમારી તર્કશક્તિનું જોર ચાલશે. તમે ધીમે-ધીમે આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વળવા લાગશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે અંગત જીવનને પ્રાથમિકતા આપશો અને ભાવનાઓને છૂટથી વ્યક્ત કરશ. જોકે જાહેરમાં અભિવ્યક્તિ કરતી વખતે સાવચેતી રાખવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા ગ્રહમાન સાનુકૂળ હોવાથી તમે નોકરી-ધંધામાં નોંધપાત્ર પ્રગતિ કરશો. આમાં લોકોની શુભેચ્છાઓ પણ કામ કરી ગઈ હોવાથી એ બાબતની અવગણના કરવી નહીં.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે ખુશમિજાજ બની જશો અને ગ્રહમાન તમારાં કાર્યોમાં સંપૂર્ણ સાથ આપશે. સાંજનો સમય પ્રિયકર માટે અલાયદો રાખવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ પરિવાર માટેનો છે. હાલપૂરતું કામકાજનું ટેન્શન સાવ ભૂલીને સ્વજનો સાથે પિકનિક પર કે શૉપિંગ કરવા જઈને કે બીજી કોઈ પણ રીતે મોજમજા કરજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ક્ષુલ્લક અગવડોને લીધે તમારો દિવસ બગાડતા નહીં અને આરોગ્ય પર અસર થવા દેતા નહીં. આ મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે વિશ્વાસુ મિત્રોની મદદ લેવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારે ઉચ્ચ સ્તરની મીટિંગોમાં જવાનું હોવાથી આખો દિવસ વ્યસ્ત રહેશો. સાંજના સમયે મોટો ધનલાભ થવાનો હોવાથી તમે રાજીના રેડ થઈ જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


નોકરિયાતોને લાભદાયી ઑફર મળશે. બિઝનેસમેનોને પણ કામકાજ વિસ્તારવા માટેની તક મળશે. વિરોધીઓ તમને હેરાન કરવાનો પ્રયાસ કરશે, પરંતુ એમાં ફાવશે નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારામાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. તમે એકદમ નાસ્તિક હતા એમાંથી હવે ઉચ્ચ દરજ્જાના આધ્યાત્મિક માણસ બની ગયા છો. આ વાતનું બધાને આર્ય થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


નિયતિએ લખેલા લેખ મિથ્યા થતા નથી એ વાત તમે સારી રીતે જાણો છો, પરંતુ તમને એ પણ ખબર છે કે વિધાતાએ જે નિર્ધાર્યું છે એ પામવા માટે મહેનત કરવી જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK