આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

જીવનમાં હંમેશાં વિવિધતા રહેવી જોઈએ.

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જીવનમાં હંમેશાં વિવિધતા રહેવી જોઈએ. તમારે જીવનના દરેક ક્ષેત્રે કંઈક નવું શોધતા રહેવું. તમને વિવિધ સ્રોતોમાંથી ધન પ્રાપ્ત થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે પોતાના બાહ્ય નિખારમાં ફેરફાર કરાવવાના મિજાજમાં હશો અને પ્રિયકર પાછળ ભરપૂર ખર્ચ કરવાની ઇચ્છા ધરાવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે આજે પોતાનાં રૂપરંગ ખીલવવાનો પ્રયાસ કરશો. બુદ્ધિમત્તા અને સહાનુભૂતિથી તમે અનેક મિત્રો બનાવી શકશો અને લોકોને પ્રભાવિત કરી દેશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


નવા સાહસમાં સફળતા મળવાથી તમારો આત્મવિશ્વાસ વધી જશે. સ્વજનો સાથે સરસ મજાનો સમય ગાળવાની તક તમને મળવાની છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા પારિવારિક જીવનમાં ખટરાગ થવાની શક્યતા છે. જોકે તમે પરિપક્વતા અને સમજદારી દાખવીને એનો હલ લાવવાનો પ્રયાસ કરશો, જે ઘણી સારી વાત કહેવાય.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારાં સંતાનોએ શૈક્ષણિક અને ખેલકૂદ ક્ષેત્રે કરેલી પ્રગતિથી તમે ઘણા જ ખુશખુશાલ થઈ જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારામાં રચનાત્મક શક્તિ જાગૃત થશે અને તમારી સૌંદર્યશક્તિને આસપાસના લોકો બિરદાવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે અગત્યના પ્રોજેક્ટમાં ગળાડૂબ હોવાથી અંગત જીવનને બાજુએ મૂકી દેશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ દ્વિધાપૂર્ણ રહેવાનો હોવાથી તમને નિર્ણયો લેવામાં મુશ્કેલી નડશે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે કોઈ અનુભવી વ્યક્તિના શાણપણનો ઉપયોગ કરવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે નસીબની દેવી તમને સટ્ટાકીય વ્યવહારોમાં મદદરૂપ થશે. તમારે એ ભૂલવું નહીં કે તમારી સફળતામાં જીવનસાથીનો સિંહફાળો છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે આકરી મહેનત કરવી પડે એવું જણાય છે. સહયોગીઓનાં કામ પણ તમારા માથે આવશે. જોકે તમારી પાસે એ બધાં કામ પાર પાડવાની શક્તિ હશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જ્યારે નિષ્ફળતા સામે દેખાતી હોય ત્યારે સફળ થવા માટે પોતાની અપેક્ષાઓ ઘટાડી દેવી જરૂરી છે. આજનો દિવસ હતાશાભર્યો હશે, પરંતુ સાંજના સમયે તમારા હૃદયમાં આનંદ છલકાવા લાગશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK