આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

પ્રિયકર સાથેના સંબંધની ઘનિષ્ઠતા વધારવા માટે યોગ્ય સમય છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


પ્રિયકર સાથેના સંબંધની ઘનિષ્ઠતા વધારવા માટે યોગ્ય સમય છે. ટૂંક સમયમાં લગ્નગીતો ગવાશે અને તમારા જીવનનો નવો તબક્કો શરૂ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે કરેલી સખત મહેનતનું ધાર્યા પ્રમાણેનું ફળ ન મળવાથી થોડી હતાશા થવાની શક્યતા છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે ભૂતકાળમાં મહાલશો. જૂના મિત્રો સાથેનાં સંભારણાં તાજાં કરીને તમને ભરપૂર આનંદ મળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા પર કામનો ઘણો બોજ હશે. જોકે તમે એનું પ્રમાણ જોઈને ફટાફટ કામ કરવા લાગવાને બદલે ધીમા પડી જશો, કારણ કે તમારી પ્રાથમિકતાઓ જુદી છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારામાં છુપાયેલો શિક્ષક આજે પ્રગટ થશે. સંતાનોને શીખવવાના આનંદ અને તકલીફ બન્નેનો અનુભવ થશે. દિવસના અંતે તમારા ચહેરા પર સંતોષ ઝળકતો હશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ સાનુકૂળ હોવાથી એનો મહત્તમ ઉપયોગ કરી લેવો. સકારાત્મક દૃષ્ટિ રાખવી. બિનજરૂરી ખર્ચ ટાળવાનું તમારા હિતમાં રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે વ્યવસાયી કામકાજને બાજુએ રાખીને અંગત જીવન પર, ખાસ કરીને સંતાનો પર લક્ષ આપશો. તમે તેમને રાજી રાખવા માટે પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે સવારથી તમારો મૂડ ખરાબ હશે એ બાબત તમારા માટે ખરાબ ગણાશે. જોકે સાંજે તમે પ્રસન્ન મિજાજમાં આવી જશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે વિવિધ પ્રવૃત્તિઓમાં હાથ અજમાવી જોશો અને એને લીધે આખો દિવસ વ્યસ્ત રહેશો. આ કાર્યોમાં સહયોગીઓ તમને ભરપૂર સહયોગ આપશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજના સંજોગો તમારી ધીરજની કસોટી કરશે. કેટલાક બનાવો તમને ગુસ્સે કરાવનારા હશે. તમારે દરેક સ્થિતિમાં મનની શાંતિ જાળવી રાખવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ વ્યસ્તતાપૂર્ણ અને થકવી નાખનારો હશે. તમારે સતત ખડેપગે રહેવું પડશે. જોકે નસીબની દેવી તમારી તરફેણમાં હશો અને તેની મદદથી તમે ઘણું હાંસલ કરી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ કામ કરવાની તમારી કાબેલિયતનો ઉપયોગ કરશો. આરોગ્યની કેટલીક તકલીફોનો પણ હલ લાવશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK