ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમારે આર્થિક બાબતોમાં કે કારકિર્દીવિષયક નિર્ણયો લેવાની જરૂર છે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે આર્થિક બાબતોમાં કે કારકિર્દીવિષયક નિર્ણયો લેવાની જરૂર છે. દિવસના અંત ભાગમાં ટૂંકો પ્રવાસ કરવાથી તમે તાજામાજા થઈ જશો અને મિત્રોના સંગાથે રિલૅક્સ થઈ જશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારામાં સર્જનશક્તિનું ઝરણું વહેતું હશે, પરંતુ તમે એનો ઉપયોગ કરવાના મૂડમાં નહીં હો. તમે રાબેતા મુજબના ક્રમને વળગી રહેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ પૂરતી હિંમત એકઠી કરીને લગ્નનો પ્રસ્તાવ મૂકી દેવો. તમારો પ્રસ્તાવ સ્વીકારાઈ જવાની ભરપૂર સંભાવના છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારામાં ઉત્સાહ અને ઉમંગ છલકાતા હશે એથી તમને કોઈ કામ મોટું નહીં લાગે. એકસાથે અનેક કાર્યો સરળતાથી હાથ ધરી શકશો અને સમયમર્યાદાનું પાલન કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ આનંદપૂર્વક વીતશે. તમે ફરીથી તાજામાજા થઈ જવા માટે ક્યાંક ફરવા ઊપડી જાઓ એવી શક્યતા છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


સંબંધોની બાબતોમાં ઘણું જ લક્ષ આપવાની જરૂર છે. તમામ પ્રશ્નો સુમેળપૂર્વક હલ કરી લેવા. સુદૃઢ સંબંધો સફળતાની મુખ્ય ચાવી છે એ યાદ રાખવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો મોટા ભાગનો દિવસ મિત્રોની સાથે વીતશે. તમે કોઈ વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત થશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે બહોળા અનુભવના આધારે યોગ્ય નિર્ણયો લઈ શકશો. જોકે દિવસ પેચીદો હોવાથી કોઈ કાનૂની વાદમાં પડવું નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામના સ્થળે ધાર્યું પરિણામ મેળવવા માટે મક્કમતા અને દૃઢતા રાખવી. તમે કડક વલણ અપનાવ્યું હશે, પરંતુ સહયોગીઓ તમને સંપૂર્ણ સમર્થન આપશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે હાલમાં મહેનતની કમાણી ઉડાડી મૂકવાનું શરૂ કર્યું હશે, પરંતુ આજે તમને પૈસાનું ખરું મૂલ્ય સમજાશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારામાં આવકાર્ય પરિવર્તન આવવાનું છે. તમારા ભાઈભાંડુઓ તમારા માટે ક્યાંક ફરવા જવાનું આયોજન કરશે. તમને આ નવી તરેહ ઘણી પસંદ આવશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારી સામે એવા આકરા સંજોગો આવીને ઊભા રહેશે, જેનો વિચાર કરીને ભલભલા લોકો ધ્રૂજી જાય છે. તમે પાકી માટીના બનેલા છો એ બધાને દેખાડી દેશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK