ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે એકલવાયા રહેશો એવું જણાય છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે એકલવાયા રહેશો એવું જણાય છે. આ સ્થિતિ સારી કહેવાય નહીં. આસપાસના લોકો સાથે ભળવાનું રાખો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ અતિ સુંદર હોવાથી નસીબ તમને સાથ આપશે. તમારો ઉલ્લાસ જોઈને સ્વજનો એમાંથી પ્રેરણા લેશે. દિવસ સુખ-શાંતિભર્યો રહેશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં ઘણું વિfલેષણ કરવું. લાગણીઓ ઉપરાંત અન્ય બાબતોને પણ લક્ષમાં લેવી તથા અલગ અભિગમ અપનાવવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે કામના જથ્થાને બદલે એની ગુણવત્તા પર વધુ ધ્યાન આપશો. તમારું કામ ઉચ્ચ કોટિનું હશે. સંતોષકારક પ્રગતિ કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે કાર્ય પ્રત્યે નિષ્ઠા રાખશો તો તમામ કાર્યો સિદ્ધ થશે, પણ જો એમ નહીં કરો તો તમારા પરનો બોજ અસહ્ય વધી જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી કળાત્મકતા પ્રગટ થશે. તમે દરેક બાબતે ચોકસાઈ રાખવાનો પ્રયાસ કરશો તેથી તમારા ભાગે પુષ્કળ કાર્યો કરવાનાં આવશે. શુભેચ્છા.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે કોઈ કાનૂની/સત્તાવાર કૉન્ટ્રૅક્ટ પર સહી કરતાં પહેલાં સાવધાન રહેજો. આખો દસ્તાવેજ ધ્યાનપૂર્વકૂ વાંચી લેજો. એમાં છુપાયેલો કોઈ વિપરીત મુદ્દો જોઈને તમને આર્ય થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારી સામે થોડી મુશ્કેલીઓ અને થોડા પડકાર આવશે. તમે એનાથી બચી નહીં શકો. હિંમત રાખજો અને કાયમી હલ આવે એ રીતે એમનો સામનો કરજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે સવારથી જ તમે ઘણા સકારાત્મક બની જશો. તમે પોતાનાં કાર્યો સહેલાઈથી પાર પાડવા ઉપરાંત અન્ય લોકોને પણ તેમનાં કામ પૂરાં કરવામાં મદદરૂપ થશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ તમારા જીવનમાં સુર્વણાક્ષરે લખાશે, કારણ કે તમને મનનો મીત મળી જવાની ભરપૂર શક્યતા છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારો લાભ ખરેખર ક્યાં છે એ બાબતે તમે ઘણો મોટો બોધપાઠ શીખી શકશો. બાકીની બધી વાતો સમય બગાડવા જેવી હશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે આખો દિવસ સકારાત્મક બનાવો બનવાના હોવાથી તમે ખુશખુશાલ બની જશો. વિવિધ મુદ્દે તમારા પરિપક્વ વિચારોની ઑફિસમાં ઘણી ડિમાન્ડ હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK