શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારી સામે આકરા પડકારો આવીને ઊભા રહેશે, પરંતુ તમે પોતાની સકારાત્મકતા નહીં છોડો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી સામે આકરા પડકારો આવીને ઊભા રહેશે, પરંતુ તમે પોતાની સકારાત્મકતા નહીં છોડો. તમે તમામ પડકારોનો સહેલાઈથી સામનો કરી શકશો. નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે દિવસ સારો છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ નથી. તમે વાદવિવાદમાં અને કાનૂની ઝઘડામાં સપડાઈ જશો. મેડિટેશન કરીને કે સંગીત સાંભળીને રાહત અનુભવવી. કોઈ પણ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ શરૂ કરવાનું ટાળવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે ઘરની નવેસરથી સજાવટ કરવા માટે દરેક ઝીણી બાબત પર ધ્યાન આપશો અને નવું ઘર બધાને હોંશે-હોંશે બતાવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારી કાર્યશૈલી અન્યો કરતાં અલગ પ્રકારની છે અને તમે જીવન પ્રત્યે અલગ પ્રકારનો અભિગમ ધરાવો છો. તમારો પોશાક પણ બધા કરતાં અલગ હોય છે. આટલું બધું વેગળા બનવું નહીં. બધાને આવું નહીં ગમે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ સંતાનોની આસપાસ ફરતો રહેશે. બાળકો તમારું નહીં સાંભળે એટલે તેમને સંભાળી લેવાનું આકરું લાગશે. તમારે એટલું યાદ રાખવું કે દરેકને થોડી મસ્તી કરવાનું ગમતું હોય છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ભૂતકાળના કેટલાક બનાવોની યાદ તમને સતાવ્યા કરશે અને આખો દિવસ તમે બેચેની અનુભવશો. ચિંતા કરવી નહીં, કારણ કે દૂધ ઢોળાયા બાદ અફસોસ કરવાથી કંઈ થતું નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જો તમે કંઈક પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતા હો તો તમારે એના માટે મહેનત કરવી પડશે. આ જગતમાં કોઈ વસ્તુ મફતમાં મળતી નથી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજના વિષાદભર્યા દિવસે નકારાત્મક લાગણીઓ તમારા મન પર હુમલાઓ કર્યે રાખશે. તમે નિરાશ થઈ જશો. સકારાત્મક મિત્રોનો સંગાથ કરવો, કારણ કે તેઓ તમારો ઉત્સાહ વધારી શકશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારામાં સુષુપ્ત પડી રહેલી નેતૃત્વની ક્ષમતા આજે ખીલી ઊઠશે. તમે સખત મહેનત કરશો અને ઉદાહરણ દ્વારા અન્ય લોકોને નેતૃત્વ પૂરું પાડશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તાજેતરના મહિનાઓમાં તમે ઘણી જ મહેનત કરી છે. હવે તમને બ્રેક લઈને ફરીથી તાજામાજા થઈ જવાનું મન થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


જીવન ભલે રગશિયા ગાડા જેવું બની ગયું હોય, તમે વિચલિત નહીં થાઓ. તમે નવી-નવી તકો શોધીને પરિસ્થિતિનો ઉત્તમ ઉપયોગ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે આજે કોઈ પણ પરિસ્થિતિમાં રાહતનો અનુભવ કરશો. તમે એકલા પણ રહી શકો છો અને લોકોની સાથે રહીને પણ આનંદ માણી શકો છો. આથી શાંતચિત્ત રહી શકશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK