આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમારો મૂડ બળવાખોરીનો છે.

astri

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારો મૂડ બળવાખોરીનો છે. તમને અત્યાર સુધી જે કરવા મળ્યું નહોતું એ હવે કરવાની ઇચ્છા રહેશે. જોકે તમારે એ વાત યાદ રાખીને ચાલવું કે તમારે એ બધું પોતાના હિસાબે અને જોખમે કરવાનું રહેશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ તમે હસીખુશી વિતાવશો અને તમામ કાર્યોમાં મગ્ન રહેશો તથા જેના પર ધ્યાન આપવું હશે એના પર પૂરતું ધ્યાન આપશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


બિઝનેસના હરીફો તમને આકરી ટક્કર આપશે. બધું સમુંસૂતરું નહીં હોય. આમ છતાં તમારે નૈતિકતાને વળગી રહેવું અને મનમાં કડવાશ રાખ્યા વગર પોતાના વ્યવહાર કરતા રહેવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પરમાત્માની સમીપ રહેશો અને દૈવીશક્તિ પાસેથી માર્ગદર્શન અને આર્શીવાદ પ્રાપ્ત કરશો. આજનો યાદગાર દિવસ અનેક બોધપાઠ શીખવી જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


જુનિયરો અને સિનિયરો બન્ને તમને પ્રોત્સાહન અને સહયોગ આપશે, કારણ કે છેલ્લા થોડા વખતથી તમે ખંતપૂર્વક મહેનત કરી રહ્યા છો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આર્થીક દૃષ્ટિએ આજનો દિવસ ઘણો સાનુકૂળ છે. એને લીધે તમે ભૌતિક સુખ માણી શકશો અને સાથે-સાથે આધ્યાત્મિકતા તરફ પણ વળી જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે કાર્યસ્થળે ખટરાગથી કંટાળી ગયા હશો એવા સમયે આધ્યાત્મિકતા તમને શાંતિ આપી શકશે. મેડિટેશન કરવાથી પણ માનસિક રાહત મળશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


વ્યવસાયી અને અંગત જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી તમને ભરપૂર સંતોષ અનુભવાશે. સાંજના સમયે પાર્ટી થવાનો યોગ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે એટલા વ્યસ્ત રહેશો કે એક પળનોય વિરામ નહીં મળે. આ સ્થિતિમાં મનમાં ઉદ્વેગ ન થાય એ માટે વચ્ચે-વચ્ચે બ્રેક લેતા રહેવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ઉતાવળિયું વર્તન કરવાની વૃત્તિને આજે કાબૂમાં રાખજો અન્યથા કોઈ મોટી આફત આવી શકે છે. નોકરીમાં તમને બઢતી મળવાનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ પરિવર્તનનો છે. ખાસ કરીને સારાં પરિવર્તનો જ થવાનાં છે, જેમાં નવી ઑફિસ કે નવા ઘરમાં જવાનો યોગ છે. નવું વાહન ખરીદવા માટે પણ દિવસ શુભ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કલ્પનાશીલ વ્યક્તિઓ આજે ઝડપી પ્રગતિ કરી શકશે, કારણ કે પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવાની તેમની તૈયારી હશે. જોકે એ બધું પત્યા પછી પણ રિલૅક્સ રહેવું નહીં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK