શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારે સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે અમુક લોકો દગોફટકો કરીને તમને છેતરી શકે છે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે અમુક લોકો દગોફટકો કરીને તમને છેતરી શકે છે. ઘરની કે વાહનની ખરીદી જેવો કોઈ પણ મોટો સોદો કરવાનું પાછળ ઠેલી દેવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા પર કામનો બોજ વધવાનો હોવા છતાં તમારે ચિંતા કરવી નહીં, કારણ કે સ્વજનો તમને સંપૂર્ણ સહયોગ આપશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પોતાની સર્જનાત્મક શક્તિ અને કળાત્મકતા પ્રગટ કરશો. વંચિત વર્ગ પ્રત્યે કરુણા દાખવશો અને હળવું સંગીત સાંભળીને મન હળવું કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


સવારના સમયે તમારામાં અતિશય ઉત્સાહ આવી ગયો હશે અને કોઈ કામ અઘરું નહીં લાગે. બપોરના સમયે અપ્રિય સમાચાર મળવાની શક્યતા છે. જોકે સાંજ સુધીમાં તમે અસલી મિજાજમાં આવી જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારામાં શક્તિનો સંચાર થયેલો હશે, પરંતુ તમે પોતાની ધાક જમાવવાની કોશિશ કરશો તો સારું પરિણામ નહીં આવે. નમ્ર બની રહેવું અને નકારાત્મકતાને તો દૂર જ રાખવી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારે અંગત જીવન પર વધારે લક્ષ આપવું પડશે. જેમની પરીક્ષા આવી રહી છે એ વિદ્યાર્થીઓએ મહેનત કર્યા વગર છૂટકો નથી. પ્રૉપર્ટીના ડીલરો માટે સારો દિવસ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારી જન્મજાત આવડતો પ્રગટ થશે અને તમને કામના સ્થળે આદર મળશે અને તમારા કામની કદર થશે. જોકે સફળતાથી છકી જવાની જરૂર નથી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કોઈએ કહેલી વાતો પર વિશ્વાસ કરવો નહીં. અન્યથા તમે મહામુશ્કેલીમાં સપડાઈ શકો છો. સગી આંખે જે જોયું અને અનુભવ્યું હોય એના પર જ વિશ્વાસ મૂકવો. અલગ પ્રકારનું વલણ અપનાવવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારો મિજાજ ઘણો જ સારો હશે અને તમે જ્યાં જશો ત્યાં આનંદ પ્રસરાવશો. પારિવારિક કાર્યોમાં સાથ આપવાથી જીવનસાથી જોડેના સંબંધની ઘનિષ્ઠતા વધશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ ઘણો જ સારો હોવાથી તમારી ખુશીનો ઘડો છલકાઈ જશે. તમે જ્યાં જશો ત્યાં સકારાત્મક તરંગો વહેતા કરશો. તમને કામકાજનો ભરપૂર સંતોષ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે આજે પ્રેમના બાણથી વીંધાઈ જશો. કુંવારાઓને મનના માણીગર મળશે અને પરિણીતો જૂના દિવસોની યાદ તાજી કરીને સંબંધની ઘનિષ્ઠતા વધારશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સુંદર અને સકારાત્મક દિવસ કહેવું પડે એવો આજનો દિવસ છે. તમારો ઉત્સાહ પણ ઘણો વધારે હશે. એનું કારણ કદાચ તમે અપનાવેલી આરોગ્યપ્રદ જીવનશૈલી હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK