આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

લોકોને મનાવી લેવાની તમારી આવડત આજે ઘણી ઉપયોગી નીવડશે.

asrtro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


લોકોને મનાવી લેવાની તમારી આવડત આજે ઘણી ઉપયોગી નીવડશે. તમે ઘર અને વ્યક્તિત્વને નિખારવા પર લક્ષ આપશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાનું વર્ચસ જમાવવાની કોશિશ કરશો એમાં જુનિયરોએ સહન કરવાનો વારો આવશે. એથી જો તેમને ગેરવાજબી લાગતું હોય તો તમારે જોહુકમી કરવી નહીં. અન્યથા સારા માણસો તમારા હાથમાંથી નીકળી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે લાગણીઓને મનમાં ધરબી દીધી છે એ વાત સ્વીકારવા તમે તૈયાર નહીં થાઓ. તમે કદાચ આક્રમક બની જાઓ કે પછી ઉતાવળિયા નિર્ણયો લો એવી શક્યતા છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


જો તમે થોડી ધગશ બતાવશો તો તમને એનું સારું ફળ મળશે, પરંતુ જો અન્ય લોકોની બાબતોમાં માથું મારવા જશો તો ભારે પડશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે જોશીલા બની ગયા હોવાથી કોઈ કામ અઘરું નહીં લાગે. તમે સમયમર્યાદા પહેલાં જ બધાં કાર્યો આટોપી લેશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે ઘણો રોમૅન્સ કરવા મળશે. સાંજના સમયે કૅન્ડલ-લાઇટ ડિનર થશે અને એમાં તમને તથા તમારા પ્રિયકરને ભરપૂર આનંદ આવશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારી અંગત જિંદગી પર વ્યવસાયી જીવન હાવી થઈ જશે. તમે ઘણા કરકસરિયા બની જશો અને બિનજરૂરી ખર્ચ ટાળશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને એકાગ્રતા સાધવામાં ઘણી મુશ્કેલી નડશે. એને લીધે તમારા કામકાજ પર વિપરીત અસર થશે અને તમે કદાચ સમયમર્યાદાની અંદર કાર્યો પૂરાં નહીં કરી શકો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે આજે સમાજના ઉચ્ચભ્રૂ વર્ગમાં ઊઠ-બેસ કરવા લાગશો અને ઉત્તમ પોશાક ધારણ કરશો. એને લીધે વિજાતીય વ્યક્તિઓ તમારા તરફ આકર્ષિત થશે અને લોકોને એની ઈર્ષ્યા થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વ્યવસાયી દૃષ્ટિએ આજે તમે ઘણા વ્યસ્ત રહેશો અને ફાઇલોના ઢગલાની પાછળ દેખાશો પણ નહીં. દિવસ પૂરો થવા સુધીમાં તમે થાકીને લોથપોથ થઈ ગયા હશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારા જીવનમાં સાનુકૂળ અને રોમાંચક ઘટનાઓ બનશે. કદાચ અણધાર્યા સ્રોતમાંથી મોટો ધનલાભ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સ્વજનોને સુખસુવિધાઓ આપી શકો એ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે તમે આજે ઘણી જ મહેનત કરશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK