શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમે પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓ વિશે વધુ સભાન રહેશો.

astro09

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના શુકનિયાળ દિવસે તમને શ્રી અને શ્રીમતી બન્નેનો પ્રેમ મળશે. પ્રિયકરના અમૂલ્ય સથવારાને લીધે બિઝનેસમાં કૂદકે ને ભૂસકે વધારો થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓ વિશે વધુ સભાન રહેશો. તમારી સર્જનશક્તિ ખીલી ઊઠશે અને કોઈક વિજાતીય વ્યક્તિ તમારાથી પ્રભાવિત થઈ જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે હાલમાં નવો દેખાવ કર્યો છે અને વલણમાં પરિવર્તન લાવ્યા છો. આ ફેરફારોને લીધે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો. તમારી હાજરજવાબીથી સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે પોતાના ડિપાર્ટમેન્ટની અને એના દ્વારા કંપનીની કાર્યક્ષમતા વધારવા માટે અવનવા આઇડિયા લઈ આવશો. દલીલો કરવાનું ટાળવું અને ગુસ્સો તો જરાપણ કરવો નહીં.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે સવારના ભાગમાં તમે અતિશય ઉત્સાહી હશો. તમારું કામ અને વિચારોની અભિવ્યક્તિમાં ભરપૂર આત્મવિશ્વાસ છલકાતો હશે. સાંજનો સમય રોમૅન્ટિક રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે આર્થિક બાબતો પર તમારું ખાસ લક્ષ રહેશે. તમને સંસાધનોની કમી નથી, પરંતુ આવક વધારવા માટે તમે ચોક્કસપણે પ્રયાસ કરશો. કદાચ સાઇડ-બિઝનેસ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે એક પછી એક સતત ઘટનાઓ બનતી રહેશે અને તમારે અણધાર્યા સંજોગો તથા અજાણ્યા લોકો સાથે પનારો પાડવો પડશે. દિવસની સારી બાબત એ છે કે તમે પ્રેમ પ્રાપ્ત કરી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારે અંગત કે વ્યવસાયી કામકાજ માટે આમથી તેમ દોડાદોડ કરવી પડશે અને એમાં શ્વાસ લેવાની પણ ફુરસદ નહીં મળે. થાકી-કંટાળી જવાય નહીં એ માટે પોષક ખોરાક લેવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ સાનુકૂળ હોવાથી તમને પોતાની કાર્યક્ષમતા વધારવા માટે સ્પષ્ટ વિચાર કરવાની શક્તિ પ્રાપ્ત થશે. તમને કનડી રહેલી તકલીફો આપોઆપ દૂર થઈ જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


બધી વાતોમાં તર્ક વચ્ચે લાવવાનો પ્રયાસ કરવો નહીં, કારણ કે અમુક બાબતોમાં મગજને બદલે હૃદયનું કહ્યું કરવાનું હોય છે. પરિવારજનોને મનનું કહ્યું કરાય એમાં જ સારું લાગશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમને મિશ્ર ફળ મળશે. સ્વજનો વિશે રોમાંચક સમાચાર મળવાનો યોગ છે. એનાથી તમારો ઉત્સાહ ઘણો વધી જશે અને કામનો કંટાળો દૂર થઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે આકરા સંજોગોનો સામનો કરવો પડી શકે છે. જો તમે પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ જાઓ તોપણ તમારે નકારાત્મકતાને દૂર જ રાખવી. સાંજનો સમય રિલૅક્સ થવામાં ગાળવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK