જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

મુશ્કેલ નિર્ણયો લેતી વખતે મક્કમ રહેવું.

astro

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


મુશ્કેલ નિર્ણયો લેતી વખતે મક્કમ રહેવું. તમારે કંઈ સહન કરવું પડે તો પણ એનો સકારાત્મક દૃષ્ટિએ વિચાર કરવો અને આશાવાદી બનવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે આખાબોલા બની જશો. એને લીધે તમારા સ્વજનોને ઘણું નુકસાન થશે. આ વૃત્તિ ટાળવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારો મળતાવડો સ્વભાવ પ્રગટ થશે અને સામાજિક મેળમિલાપની ઇચ્છા તીવ્ર બનશે. પાર્ટીઓ અને ગેટ-ટુગેધરનું આયોજન થવાની શક્યતા છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નથી હોતો. આ વાત ફક્ત કહેવા માટેની નહીં, હકીકત છે. આથી વધુપડતું ખાવા-પીવાનું, ઊંઘવાનું કે બીજું કંઈ પણ કરવાનું છોડી દેવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હો કે પછી ટોળામાંની એક ગુમનામ વ્યક્તિ હો, આજે તમે ભરપૂર આનંદ માણી શકશો. જોકે તમે સૌને ખુશ રાખવાનું વલણ અપનાવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી લાગણીઓની સામે તર્કનું જોર વધારે રહેશે. નાણાકીય બાબતોમાં તાર્કિક નિર્ણયો લેવા જરૂરી છે. કાનૂની બાબતોમાં કળપૂર્વક કામ લેવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારાં ભૂતકાળનાં કર્મોનું ફળ મળવા લાગશે. આથી તમે પગ લંબાવીને બેસી જશો. ચારે બાજુથી ધનનો પ્રવાહ આવવા લાગશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


રગશિયા ગાડા જેવા જીવનની ઘટમાળમાંથી બહાર આવી જાઓ. ગ્રહમાન એવા છે કે વિજાતીય વ્યક્તિ તમારા જીવનમાં આવીને ઉમંગ વધારશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


સિદ્ધિઓનો આનંદ માણવા માટે આજનો દિવસ સારો છે. મહેનતનાં ફળનો આનંદ લેવો. પરિવારજનો સાથે સમય ગાળવો અને સારો સમય ચાલી રહ્યો છે ત્યાં સુધી એનો ભરપૂર લાભ લેવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારી સામે કામનો ઢગલો થઈ ગયો હશે. જોકે સકારાત્મક વલણ અપનાવીને તમે મુશ્કેલ કાર્યો પાર પાડી શકશો. હિંમતવાન વ્યક્તિને નસીબ પણ સાથ આપે છે એ બાબત તમે પુરવાર કરી દેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે પોતાનાં લક્ષ્યો સુધી પહોંચાય નહીં ત્યાં સુધી પગ વાળીને નહીં બેસો અને વધુપડતો શ્રમ કરશો. એને લીધે થાકીને લોથપોથ તથા હતાશ થઈ જાઓ એવી શક્યતા છે. કામની યોગ્ય ઝડપ રાખવી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


સફળતાનો કેફ તમારા દિલોદિમાગ પર છવાઈ જશે. તમે જાતે જ પોતાની પીઠ થાબડશો. તમે ચોક્કસપણે એના હકદાર છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK