જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજે તમે અંતરાત્માના અવાજને અનુસરશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે અંતરાત્માના અવાજને અનુસરશો. એને લીધે તમારા જીવનનાં બધાં પાસાં પર સારી અસર થશે અને સકારાત્મકતાનો સંચાર થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારામાં અદમ્ય ઉત્સાહ હશે અને તમે જ્યાં જશો ત્યાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જી‍ દેશો. તમે લૉન્ગ ડ્રાઇવ પર જશો અથવા તો મિત્રો સાથે પર્વતારોહણ કરવા જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા સંબંધોની ઘનિષ્ઠતા વધે એવી સંભાવના છે. પ્રેમની મોસમ ખીલી છે. પ્રિયકરને સગાઈની વીંટી પહેરાવવા માટે શુભ દિવસ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


પ્રૉપર્ટી ખરીદવા માટે આજનો દિવસ શુકનિયાળ છે. આથી વિચાર કર્યા વગર બુકિંગ કરાવી લો. મનની શાંતિ માટે યોગ કે મેડિટેશન કરો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના તમામ ગ્રહો તમને સાથ આપશે. તમે જે કામ હાથ લો એમાં સફળતા મળે એવો આજનો દિવસ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે પોતાના વ્યૂહમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે. એમાં રહેલી ત્રુટિઓને દૂર કર્યા પછી જ આગળ વધવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


બિઝનેસના હરીફો માર્કેટમાં તમારી પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયાસ કરશે. તેમની આ બિનજરૂરી પ્રવૃત્તિ પાછળ ઈર્ષા કારણભૂત હશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનું તમારું મુખ્ય કામ ઘરની સજાવટ કરાવવાનું રહેશે. તમે સ્ટૉકમાર્કેટમાં સટ્ટો ખેલવામાં પણ થોડો સમય ગાળશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે એકદમ ઉત્સાહી બની જશો અને પોતાના પોશાકની બાબતે વિશેષ લક્ષ આપીને સારામાં સારાં કપડાં પહેરશો. એને લીધે પ્રિયકરને હૃદયસોંસરવા ઊતરી જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


વ્યવહારુ અને નમ્રતાભર્યા વર્તનને લીધે આજે તમારું કામ આસાન બનશે. જોકે વધુપડતો ખર્ચ થઈ જાય નહીં એ વાતનું ધ્યાન રાખવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે ભૂતકાળની યાદો તાજી કરવા તથા જૂના મિત્રોના સંગાથે રહેવા માટે યોગ્ય સમય છે. નોકરીમાં ઉત્કૃક્ટ કામગીરી કરવા બદલ તમે પોતે જ પોતાની પીઠ થાબડશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે કોઈ નવું કામ શરૂ કરવામાં અચકાતા હો છો, પરંતુ એક વખત પ્રારંભ થઈ ગયા પછી ક્યાંય અટકતા નથી. આજે એવી જ મક્કમતાથી કાર્યારંભ કરજો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK