શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમે પરિવારજનોને સંસારની બધી જ ભૌતિક સુવિધાઓ આપવા માગતા હોવાથી પરિશ્રમ કરી રહ્યા છો.

astrop

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે પરિવારજનોને સંસારની બધી જ ભૌતિક સુવિધાઓ આપવા માગતા હોવાથી પરિશ્રમ કરી રહ્યા છો. તેમને ખુશ જોઈને તમે ખુશ થશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ ઘણો જ રૂડો છે. તમારામાં સકારાત્મક ઊર્જા‍નો સંચાર થશે. તમને સહયોગીઓનો સંપૂર્ણ સહકાર મળશે તથા તેઓ તમારાં વખાણ પણ કરશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે રગશિયા ગાડા જેવા રોજિંદા ક્રમમાંથી મુક્ત થશો અને સંતાનોને મદદરૂપ થશો. ધનલાભ અપેક્ષિત છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના દરેક સાહસમાં તમે ઝડપી પ્રગતિ કરી શકશો. તમે કાર્યરત રહેશો, પરંતુ તમારું મન ભવિષ્યનું આયોજન કરવામાં પરોવાયેલું રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા ખર્ચ વધવાની શક્યતા છે, પરંતુ તમારી નાણાકીય સ્થિતિ નિયંત્રણ હેઠળ રહેશે. તમારે ઘડપણ માટે પૂરતી બચત કરી રાખવી જરૂરી છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી સધ્ધર આર્થિકની સ્થિતિને લીધે તમે ભવિષ્ય માટે આત્મવિશ્વાસુ બની જશો. એની મદદથી તમે અણધાર્યા સંજોગોનો અસરકારક રીતે સામનો કરી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ તમે ઘણો જ આનંદ માણી શકશો. મૂંઝવી નાખનારી સમસ્યાઓનો હલ કાઢવામાં સફળતા મળવાથી તમારા ચહેરા પર અનેરી ચમક છવાઈ જશે. પ્રવાસ થવાનો પણ યોગ છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે નાનીઅમથી વાતમાં તમારો પિત્તો જાય એવી શક્યતા છે. મગજની નસોને શાંત પાડવા માટે કોઈક આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે એક જ સમયે અનેક કાર્યો કરશો. જોકે એમ કર્યા વગર છૂટકો નથી. અંતરાત્માના અવાજને અનુસરીને હેમખેમ પાર ઊતરી શકાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


પોતાના સંજોગોથી તમે ખુશ અને સંતુષ્ટ હશો, પરંતુ આળસ કરવાથી નહીં ચાલે. હવે વધુ ઊંચાં લક્ષ્યો નક્કી કરીને એની પ્રાપ્તિ કરવા માટે પૂરા મનથી કાર્ય કરવા લાગજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમે હવે સાદગી અપનાવી લીધી છે, કારણ કે એનાથી ઘણી માનસિક શાંતિ મળતી હોવાનું તમને સમજાઈ ગયું છે. મેડિટેશન કરજો અથવા કોઈ પ્રાર્થનાસ્થળની મુલાકાત લેજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમે પોતાના મદદગારી સ્વભાવને લીધે સૌને પ્રિય થઈ પડશો. સ્વજનો અને મિત્રો એના બદલામાં તમારા પર સ્નેહની વર્ષા કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK