ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમે થોડા વધુપડતા આત્મવિશ્વાસી હશો. પોતાને વધુ મહત્વ આપવાની વૃત્તિને લીધે તમે અન્ય લોકોનાં મંતવ્યો ધ્યાનમાં નહીં લો.


astro19


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે થોડા વધુપડતા આત્મવિશ્વાસી હશો. પોતાને વધુ મહત્વ આપવાની વૃત્તિને લીધે તમે અન્ય લોકોનાં મંતવ્યો ધ્યાનમાં નહીં લો. આ વલણનો શક્ય એટલો વહેલો ત્યાગ કરવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મેક)


બધાને હંમેશાં ખુશ રાખવાનું શક્ય હોતું નથી. એવું કરવાને બદલે કંઈક ઉત્પાદક અને વળતરદાયી કામ કરવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


વિરોધીઓથી સાવધાન રહેવું, કારણ કે તેઓ તમને તથા તમારા કામને ઉતારી પાડવા માટે શક્ય એટલા બધા પ્રયાસ કરશે. આકરાં વેણ કાઢવાં નહીં.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે સખાવતી પ્રવૃત્તિઓ શરૂ કરો એ પહેલાં પોતાનાં અંગત કર્તવ્યો પર ધ્યાન આપવું. સાંજના સમયે રોમૅન્ટિક મુલાકાત થવાનો યોગ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


સવારના ભાગમાં તમે નીરસતાનો અનુભવ કરશો અને પોતાની ક્ષમતાઓ પ્રત્યે શંકાશીલ બની જશો. સાંજ સુધીમાં તમારામાં સકારાત્મકતા આવી જશે અને તમે અન્ય લોકોને સફળ થવામાં મદદરૂપ થશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમને પોતાની નોકરીથી સંતોષ છે, પરંતુ આર્થિક સ્થિતિ તમને સતાવતી હશે. એનું કારણ એ કે તમે પરિવારને પોતાની ઇચ્છા મુજબનાં સુખ-સુવિધા અપાવી શક્યા નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


બિઝનેસમેનોના માર્જિનમાં વૃદ્ધિ થવાનો યોગ છે. લાગણીઓને તમારા કામધંધામાં વચ્ચે આવવા દેતા નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારા અને પ્રિયકરના વિચારોનો સંપૂર્ણપણે મેળ બેસતો હશે. તેને ટેલિપથી પણ કહી શકાય. તમારા કામની કદર થવાનો અને તમને સફળતા મળવાનો યોગ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


ઑફિસના કામસર પ્રવાસે જવાનો યોગ છે. આર્થિક બાબતો તમને ચિંતા કરાવશે, પરંતુ એ ગંભીર નહીં હોય. સાંજનો સમય તમે પ્રિયકર સાથે વિતાવી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે અંગત જીવન કરતાં વ્યવસાયી જીવનને વધુ મહત્વ આપશો. તમારા જીવનસાથીને આ વલણ જરાપણ નહીં ગમે. તમે એની કસર ટૂંકા વેકેશન પર જઈને પૂરી કરશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમને સ્વજનો પાસેથી ઘણો જ સહકાર મળશે. તમે પોતે પણ તેમને રાજી રાખવા માટે શક્ય એટલા તમામ પ્રયાસ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ ઘણો જ સારો છે. તમારા મનની ગૂંચવણો દૂર થવા લાગશે અને માથે લટકતી તકલીફોનો હલ લાવવા માટેનો તમારો ઉત્સાહ અતિશય વધી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy