ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

છેલ્લા થોડા વખતથી તમે કામધંધામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છો કે સ્વજનો તરફ દુર્લક્ષ થઈ ગયું છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


છેલ્લા થોડા વખતથી તમે કામધંધામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છો કે સ્વજનો તરફ દુર્લક્ષ થઈ ગયું છે. હવે તેમની ઇચ્છાઓ પૂરી કરીને એ ઊણપને દૂર કરી દેવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે આજે વર્તનમાં મિજાજીપણું રાખવું નહીં કે વર્ચસ જમાવવાની કોશિશ કરવી નહીં. તમને માનસિક શાંતિ અર્પી શકે એવા ઉપાયો અજમાવી જોવા.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારા ખિન્ન થઈ ગયેલા મનને શાંત પાડવા માટે તમને એકલા રહેવાનું ગમશે. તમને એવી વ્યક્તિની શોધ છે જે તમને સમજી શકે અને શાંત પાડવામાં મદદરૂપ થઈ શકે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ એટલો સારો છે કે તમે જે કોઈ કાર્ય હાથમાં લેશો એમાં સફળતાનો સ્વાદ જરૂરથી ચાખવા મળશે. તમે ખુશી અનુભવશો અને એના તરંગો આસપાસ ફેલાવશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે અંગત જીવનમાં બધું સમુંસૂતરું રહેશે, પરંતુ કામધંધાના સ્થળે સંજોગો અલગ રહેશે. ત્યાં તમને ઘણી આપદાઓ પડશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે છેલ્લા થોડા વખતમાં મન પર એટલો બોજ લઈ લીધો છે કે એનો જ્વાળામુખી ફાટવાનું ઘણું મોટું જોખમ ઊભું થયું છે. આ ઊભરો બહાર કાઢીને કોઈક સારા કામમાં વાપરી લેવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારી છુપાયેલી બૌદ્ધિક શક્તિઓ આજે પ્રગટ થતાં સહયોગીઓનો ઘમંડ સાવ ઊતરી જશે. જૂના મિત્ર સાથે નવો બિઝનેસ ખેડવા માટે ઉત્તમ સમય છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારી સામે આકરા પડકારો આવવાની અને જટિલ સમસ્યાઓ સર્જા‍વાની શક્યતા છે. તમારે જાતે હલ કાઢવાનો પ્રયાસ કરવાને બદલે વડીલોની મદદ લેવી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારામાં છુપાયેલો સ્વાદનો શોખીન માણસ આજે બહાર આવશે. તમે મનગમતી અવનવી વાનગીઓનો ઉપભોગ કરવા માટે સરસ મજાની રેસ્ટોરાંમાં જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે હાલ પુરજોશમાં કામ કરી રહ્યા હોવાથી તમારા વતુર્ળસમાંના ઘણા લોકોને આશ્ચર્ય થશે, કારણ કે તેમણે તમને હળવે-હળવે જ કામ કરતા જોયા છે. સાંજના સમયે રિલૅક્સ થવાય એવું કંઈક કરવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે જાતમહેતને સફળતા પ્રાપ્ત કરશો, જેને બધા વખાણશે. પ્રવર્તમાન સંજોગોમાં પરિવર્તન લાવવા માટે થોડું જોખમ ખેડવું જરૂરી છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જીવનસાથી જોડે રોમૅન્ટિક અને ઉત્કટ પળો માણવા મળશે. કુંવારાઓ મનપસંદ વ્યક્તિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK