ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે. જોકે ડ્રાઇવિંગ કરતી વખતે સાવધાની રાખજો, કારણ કે આજે અકસ્માતની ઘાત છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે અત્યંત લાગણીશીલ હોવાથી કોઈનાં આકરાં વેણ તમને આઘાત લગાડશે. મન મક્કમ કરીને તેમના તરફ દુર્લક્ષ કરવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે સપરિવાર ક્યાંક નજીક ફરવા જઈને પ્રસન્ન થઈ જશો. ગ્રહમાન સાથ આપી રહ્યા હોવાથી તમારાં સ્વપ્નો સાકાર થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


પ્રેમ અને કરુણાના ગુણોને લીધે તમારાં સારાં કર્મો સંચિત થશે. જોકે તમારે નકારાત્મકતાથી દૂર રહેવા માટે ખાસ પ્રયાસ કરવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા ઘણા એવા મિત્રો છે જેમની સામે તમે મન હળવું કરી શકો છો. તમે તેમનાં મંતવ્યોને ઘણું મહત્વ પણ આપો છો. આજે આવા જ કેટલાક મિત્રો તમને મદદરૂપ થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ તમે હળવાશ માણી શકશો અને માનસિક તાણ હળવી થાય એવી પ્રવૃત્તિઓ કરી શકશો. પાર્ટીમાં જવાનું થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે બનનારી કોઈ અપ્રિય ઘટના તમને સંકડામણ કરાવશે અને તમારી પ્રામાણિકતાની કસોટી થશે. કોઈ પણ વાદનો ઉકેલ લાવવા માટે સમજદારીભર્યો અને સકારાત્મક અભિગમ અપનાવવો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


સફળ થવું એમાં કોઈ પાપ નથી, પરંતુ એને લીધે ઉદ્ધત વર્તવું અને અતિશય ઘમંડ કરવો એ ખોટું છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી દૂરદૃષ્ટિનો વધારે રુઆબ કરવો નહીં. પરિવર્તન એ સંસારનો નિયમ છે. પ્રતિકૂળ સંજોગો કાયમ રહેવાના નથી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાની બુદ્ધિપ્રતિભા અને ચતુરાઈથી સૌને પ્રભાવિત કરી દેશો. સ્વજનો સાથે મનમોકળી વાતો કરવા માટે સારો સમય છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે અત્યંત ઉદાર મૂડમાં હશો અને જેમને ચાહો છો તમની પાછળ ઘણો ખર્ચ કરી લેશો. એક જ જગ્યાએ પૈસા રોકવાને બદલે ડાઇવર્સિફિકેશન કરવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે જીવનમાં એક મોટું સીમાચિહ્ન સર કરશો. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK