ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

આજે તમારો મૂડ ઘણો જ ખરાબ હોવાની શક્યતા છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારો મૂડ ઘણો જ ખરાબ હોવાની શક્યતા છે. તમે નાની-નાની વાતોમાં પિત્તો ગુમાવી બેસશો. બોલચાલમાં સંભાળવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી કંપનીના ઉપરીઓ તમારી કાર્યક્ષમતા અને કાર્યનિïષ્ઠાને બિરદાવશે. ટૂંક સમયમાં તમને શિરપાવ પણ મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે અંગત અને વ્યવસાયી જવાબદારીઓ નિભાવતી વખતે તંગ દોરડા પર ચાલવાની કસરત જેવો ઘાટ ઘડાશે. કામકાજની વાત આવે ત્યારે લાગણીઓને કાબૂમાં રાખીને તટસ્થભાવ અપનાવવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આંતરિક શાંતિ મેળવવા માટે તમે આધ્યાત્મિકતા તરફ વળી જાઓ એવી શક્યતા છે. તમારી ઘણી તકલીફોના હલ મળી આવશે અને તમે મેડિટેશનના ચાહક બની જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે અમુક રસપ્રદ બનાવો બનવાની સંભાવના છે. તમારી વાક્છટા ઘણી જ સુધરી જશે અને તમે અનેક મુશ્કેલ કાર્યો આસાનીથી પાર પાડી શકશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારું નસીબ આજે ઘણું ઊંધુંચત્તું થયે રાખશે. સવારના સમયે તમને કામકાજનો કંટાળો આવી ગયો હશે અને સાંજે તમારો ઉત્સાહ ઘણો જ વધી જશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ખેલાડીઓ સિવાયના જાતકો માટે આજનો દિવસ આસાન નહીં હોય. રમતવીરો ઉત્કૃક્ટ કામગીરી બજાવશે. જોકે ખંતપૂર્વક વર્તીને બધા જ લોકો હેમખેમ રહી શકશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


અસલામતીની ભાવના આજે તમને ઘેરો ઘાલશે અને તમે બેચેન બની જશો. આ સ્થિતિને પહોંચી વળવા માટે મગજને કોઈક રચનાત્મક પ્રવૃત્તિ તરફ વાળવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી મોહકતાને લીધે લોકો પ્રભાવિત થઈ જશે. તમારી નજીક કામકાજ કરનારા લોકો પણ તમારી વ્યવસાયી ક્ષમતાથી અંજાઈ જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાના અગાધ જ્ઞાન અને સ્પક્ટ દૃષ્ટિની મદદથી પોતાની વાત લોકોના ગળે ઉતારવામાં સફળ નીવડશો. કાયમ શાંતચિત્ત રહેવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે શાંત અને ધીરજવાન બનીને તમારા વ્યક્તિત્વનું બીજું પાસું લોકોને બતાવી આપશો. એનાથી સૌને સાનંદાર્ય થશે. મનમાં ધરબી રાખેલી લાગણીઓ બહાર આવી શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


વ્યવસાયી કામકાજ કે સામાજિક કામસર તમારે ઓચિંતા પ્રવાસે જવાનું થઈ શકે છે. નાની-નાની વાતો તમને ઘણી જ ખુશી આપશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK