જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આજનો આખો દિવસ તમે પ્રિયકર સાથે ગાળવાના મૂડમાં હશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો આખો દિવસ તમે પ્રિયકર સાથે ગાળવાના મૂડમાં હશો. એમાં થોડો વધુ ખર્ચ કરવાની માનસિક તૈયારી રાખજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમને પુષ્કળ મોટો ધનલાભ થવાનો યોગ છે. ઇચ્છા મુજબની કાર કે લક્ઝુરિયસ ફ્લૅટ ખરીદવા માટે યોગ્ય સમય છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે મોટા ભાગનો સમય તમે પરિવારજનો સાથે વિતાવશો. સંતાનોને તમારી સાથે મજા આવશે. પોતાની તબિયત સંભાળજો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા સંબંધોમાં હાલમાં આવેલી ખટાશનાં કારણો શોધવા માટે ગંભીરપણે થોડું મનોમંથન કરવાની જરૂર છે. આટલું થયા બાદ સકારાત્મક વલણ અપનાવીને એ કારણોને દૂર કરવાં.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે સવારના ભાગમાં તમે ઘણા જ આશાવાદી હશો અને મહત્તમ ક્ષમતાથી કાર્ય કરશો. જેમ-જેમ દિવસ આગળ વધશે એ તમને વધારે સુસ્તી લાગશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે જે કાર્યો હાથ ધરશો એમાં સફળતાનો સ્વાદ ચાખી શકશો. તમે કામના બોજથી પરેશાન થયા વગર કાર્ય કરશો એથી સિદ્ધિને વરી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે કામના સ્થળે તમારો અનુભવ અને આવડત ઉપયોગી પુરવાર થશે. તમે પોતાના વિચારો અને એના અમલ દ્વારા સૌને, ખાસ કરીને સ્ત્રીવર્ગને પ્રભાવિત કરી દેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમને અમુક નવા પ્રોજેક્ટ શરૂ કરવાની જવાબદારી સોંપાય એવી શક્યતા છે. ઉપરીઓએ તમારા પર મૂકેલા વિશ્વાસને તમે સાર્થક ઠેરવશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


સવારના ભાગમાં બનનારી કેટલીક ઘટનાઓને કારણે તમારો મૂડ બગડી જશે, પરંતુ જેમ જેમ દિવસ પસાર થશે એમ સારી ઘટનાઓને લીધે ઉત્સાહમાં વૃદ્ધિ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારા કામના સ્થળે જ્યારે તકલીફો વધે ત્યારે સહયોગીઓ તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખતા હોય છે. આજે પણ એવું જ થશે અને તમે તેમને નિરાશ નહીં કરો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ તમારા જીવનમાં સુવર્ણાક્ષરે લખાશે. એનું કારણ એ છે કે તમને મોટો દલ્લો હાથ લાગવાથી તમારો સામાજિક દરજ્જો હંમેશ માટે ઊંચો થઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે જવાબદારીઓમાંથી છટકી રહ્યા છો એવું કોઈ આળ મૂકી શકે નહીં એ માટે પોતાની કાર્યશૈલીમાં થોડી વધારે સાવચેતી રાખવાનું તમારા હિતમાં રહેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK