જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમે જીવનને ભરપૂર માણી શકો એવા આજના ગ્રહમાન છે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે જીવનને ભરપૂર માણી શકો એવા આજના ગ્રહમાન છે. જૂના મિત્રોને બોલાવીને પાર્ટી કરો, કારણ કે અત્યાર સુધી તમે તેમના તરફ દુર્લક્ષ કર્યું છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


જો જુનિયરો તમને પૂરતું માન આપતા ન હોય તો શક્ય છે કે એમાં તમારો જ વાંક હોય. જો તમે વધુ રુઆબ કર્યો ન હોત તો પરિસ્થિતિ આટલી ખરાબ થઈ ન હોત.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારું ગતિશીલ વ્યક્તિત્વ જોઈને બધા લોકો મોહિત થઈ જશે. તમે વધુ સારી છાપ પાડવા માટે ઘર/કામના સ્થળે સજાવટ કરાવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે કદાચ કોઈકના ભોગે તમારા માટે સાનુકૂળ સંજોગો નિર્માણ થયા છે. આથી સ્વાભાવિક છે કે કેટલાક લોકો એની ઈર્ષ્યા કરશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને એકડેએકથી શરૂઆત કરીને નવાં લક્ષ્યો નક્કી કરવા માટેની એક તક મળશે. પોતાના વિચારોનો પદ્ધતિસર અમલ કરવો. વધુપડતા મહત્વાકાંક્ષી બનવું નહીં.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમને નાણાભીડ વર્તાશે અને પોતાની ઇચ્છા મુજબની વસ્તુઓ મેળવવાનું ઘણું કઠિન બની જશે. પ્રયત્ન મૂકતા નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


વિદેશમાં રહેતી કોઈ વ્યક્તિ તરફથી સારા સમાચાર મળવાનો કે પછી નવી નોકરીની ઑફર મળવાનો યોગ છે. અપેક્ષાઓ વાજબી રાખજો. અન્યથા તમને નિરાશા સાંપડશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


અંતરાત્માનો અવાજ સાંભળવાનું આજે તમારા માટે લાભદાયી ઠરશે. આવેશમાં આવીને કોઈ પગલું ભરવું નહીં. કંઈ પણ કરતાં પહેલાં સાત વાર વિચાર કરી લેવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે વ્યવસાયી કામકાજ કોરાણે મૂકીને સ્વજનો પર સંપૂર્ણ લક્ષ આપશો. સપરિવાર બહાર ફરવા જવાનો યોગ છે. મિત્રો પણ તમારી સાથે જોડાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારામાં ઊર્જા‍નો સંચાર થયો હોવાથી તમને કોઈ કામ અઘરું નહીં લાગે. આમ છતાં તમે બૉસની અપેક્ષાઓને સંતોષી નહીં શકો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે આધ્યાત્મિકતા અને મંત્ર-તંત્ર તરફ આકર્ષિત થશો અને ધાર્મિક સ્થળોની મુલાકાતે જશો અથવા ધાર્મિક ગ્રંથોનું પઠન કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારી કરુણા બહાર પ્રગટ થશે. તમે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે વિશેષ પ્રયાસ કરશો. કામ ઘણું હોવાથી તમારે વધારે કલાકો મચ્યા રહેવું પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK