આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે તમે ઉત્તમ વાક્ચાતુર્યનું પ્રદર્શન કરશો, જેને લીધે આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારાં સંતાનો ગૌરવ અનુભવશે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે ઉત્તમ વાક્ચાતુર્યનું પ્રદર્શન કરશો, જેને લીધે આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારાં સંતાનો ગૌરવ અનુભવશે. જોકે આ સ્થિતિમાં પરિવારના વડીલો તરફ દુર્લક્ષ ન કરવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે સવારથી જ તમે નકારાત્મકતાથી ઘેરાઈ ગયા હશો. જોકે સાંજનો સમય આનંદપૂર્વક વિતાવી શકાશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમે ફક્ત પોતાની નહીં, સ્વજનોની પણ ઇચ્છા પૂરી કરવાના પ્રયત્નોમાં વિતાવશો. કામ-ધંધાની અવગણના ન કરવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારે મુશ્કેલીઓથી દૂર રહેવા માટે લાગણીઓને કાબૂમાં રાખવાની જરૂર છે. તમારી કોઈ પણ ટીકા થાય તો એને સકારાત્મક દૃષ્ટિએ જોવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી ઑફિસમાં અને ઘરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ ફેલાયેલું રહેશે. જૂના મિત્રો સાથે સાંજે પાર્ટી થવાનો યોગ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે એવું ગ્રહમાન પરથી જણાય છે. તમારા કામની કદર થશે અને સાથે-સાથે ભૌતિક ફળ પણ મળશે. તમે કોઈને ધીરેલાં નાણાં પાછાં મળવાની શક્યતા છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ઘટનાપૂર્ણ દિવસે તમે કેટલીક વિજાતીય વ્યક્તિઓને આકર્ષી લેશો, કારણ કે તમારું વ્યક્તિત્વ મોહક છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ ઘણો શુકનિયાળ છે એથી કોઈ કામ ગેરવલ્લે જવાનું નથી. મિત્રો, બિઝનેસના ભાગીદારો, જીવનસાથી કે પ્રિયકર જોડેના સંબંધો ઘનિષ્ઠ બનશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


દિવસ આજનો ભલે હોય, પણ મહત્વ ભૂતકાળનું રહેશે. તમે બાળપણના મિત્રોને મળશો અને તેમની સાથે સંભારણાં તાજાં કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે જૂના મિત્રો કે પ્રેમી જોડે સમય ગાળવાની ઇચ્છા રાખશો. જો તમારા પરિવારજનો એમાં વચ્ચે આવવાની કોશિશ કરશે તો તમને એ નહીં ગમે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


જો તમે પોતાની બચતનું રોકાણ કરવાનો વિચાર કરતા હો તો પ્રૉપર્ટીમાં જ કરજો. લોકો તમારી કૂથલી કરે તો તેમને ગણકારવા નહીં.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારાં કાર્યો સફળ થશે. જોકે તમારી પ્રતિષ્ઠા ખરડવા ઇચ્છતા ઈર્ષ્યાળુ લોકોથી સાવધ રહેવું. તેઓ તમને કોઈ હાનિ પહોંચાડે એ પહેલાં તમારે દોસ્તીનો હાથ લંબાવવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK