આજનું રાશિભવિષ્ય

જાણો કેવો રહેશે તમારો દિવસ

astrl

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારા જીવનમાં નવી આવનારી કોઈ વ્યક્તિ તમારા ચહેરાનું નૂર બની જશે. જોકે તમારે તેમની પાછળ મોંઘી ભેટસોગાદોનો વરસાદ કરવાનો નથી. હૃદયમાંથી પ્રગટ થયેલું સરસ મજાનું ગીત પણ તેમને રીઝવી શકે છે એવું ગણેશજીનું કહેવું છે.


ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારા મગજને બદલે હૃદયનું ધાર્યું થવાની શક્યતા છે. તમે લાગણીઓથી દોરવાઈ જશો. મોટા ભાગના નર્ણિયો એની અસર તળે જ લેવાશે, તર્કથી નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


નસીબની દેવી તમારા પર મહેરબાન હોવાનું ગણેશજીનું કહેવું છે. સામાન્ય રીતે તમે શરમાળ વ્યક્તિ છો, પરંતુ આજની વાત જુદી છે. તમે સૌની સાથે હળવા-મળવાનું પસંદ કરશો અને પોતાની લાગણીઓ મુક્તપણે વ્યક્ત કરી શકશો એમ ગણેશજી કહે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારે લાગણીની પાછળ દોડવાનું બંધ કરીને સારા-નરસાનો ભેદ પારખવાની તથા સ્વજનોને ખુશ રાખતા શીખવાની જરૂર છે. તમે અત્યાર સુધી સંતુલિત વલણ અપનાવ્યું છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પૈસા જેટલા જલદી આવે એટલા જલદી જાય પણ છે. તમારે એને પકડી રાખવાની કોશિશ કરવી એમ ગણેશજી કહે છે, કારણ કે તમારાથી નકામો ખર્ચ થઈ જવાની ભરપૂર સંભાવના છે. કોઈ પણ ખર્ચ કરતાં પહેલાં બે વાર વિચાર કરી લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે આસપાસના લોકોના જીવનમાં આશાનો અને પ્રેરણાનો સંચાર કરી શકો એવી વ્યક્તિ છો. તમે સંપૂર્ણપણે ફૅમિલી-મૅન છો. આ રીતે તમે સ્નેહ અને હૂંફની લાગણી ફેલાવશો તથા એને કારણે તમારા સંબંધોમાં સુધારો થશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારામાં રહેલો કલાકાર પ્રગટ થશે. ગણેશજીનું ધારવું છે કે તમે કોઈ કાર્ય પ્રત્યેની નિષ્ઠા હોય કે પછી પરિવાર પ્રત્યેની સમર્પણની ભાવના હોય, આજે તમે એનું પ્રદર્શન કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારે અણધાર્યા ખર્ચ થશે. જોકે આ ખર્ચ પરિવારજનો અને મિત્રો પાછળ થશે. તમારે એકેએક પાઈનો હિસાબ રાખવો. સારું તો એ જ રહેશે કે તમે ખિસ્સામાં વધારે પૈસા રાખો જ નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારે વિશ્વાસ વધે એવાં પગલાં ભરવાની જરૂર છે. નિકટના વતુર્‍ળના લોકોમાં નવો જોમ-જુસ્સો અને વિશ્વાસ આવે એવું કરવું. તમારો બિઝનેસ કૂદકે ને ભૂસકે વધશે અને તમને સારોએવો નફો થવાની શક્યતા છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે કોઈ નિમિત્ત હોય કે ન હોય, આજનો દિવસ પાર્ટી કરવાનો છે. મિત્રો અને પરિચિતોને તમે આ ઉજવણીમાં સહભાગી કરશો. મોજમજા કરવા માટે તમારામાં ભરપૂર જોમ હશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે જો તમારે કોઈ કારણસર ઘરમાં રહેવું પડે તો એનો મહત્તમ ઉપયોગ કરી લેવો. ઘરમાં કૅરમ, ચેસ જેવી રમતો રમી શકાય છે અને પાર્ટી પણ કરી શકાય છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારા ખર્ચ વધી જવાની શક્યતા છે. જો તમે ખર્ચને કાબૂમાં રાખવા માગતા હો તો જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે તફાવત કરો. તમે કોઈ આધ્યાત્મિક અનુભવમાંથી પસાર થાઓ એવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK