જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

આખરે આજે તમને ઈશ્વરે આપેલી મૂલ્યવાન ભેટોનું મૂલ્ય સમજાશે અને તમે આસપાસના લોકોમાં એની વહેંચણી કરશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આખરે આજે તમને ઈશ્વરે આપેલી મૂલ્યવાન ભેટોનું મૂલ્ય સમજાશે અને તમે આસપાસના લોકોમાં એની વહેંચણી કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજના દિવસે તમારું જીવન સરળતાથી ચાલશે. તમે શારીરિક શ્રમ નહીં કરો, છતાં માનસિક રીતે તમને થાક લાગશે. મેડિટેશન કરવાથી માનસિક તાણ દૂર થશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પ્રવાસનું આયોજન કરશો અને દેખીતી રીતે એની ઝીણવટભરી વિગતો નક્કી કરવામાં વ્યસ્ત રહેશો. જોકે નવાં સ્થળો વિશે જાણવા મળવાની સંભાવનાને લીધે તમે આનંદિત રહેશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે સામાજિક અને વ્યવસાયી મોરચે તમારે કોઈ પણ મોટો નિર્ણય લેતાં પહેલાં સારા-નરસાનો ભેદ પારખવો પડશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના જટિલ દિવસે તમે વિવિધ પ્રશ્નો સંભાળી રહ્યા હોવાથી ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર છે. તમારો મિજાજ, ખાસ કરીને સવારના સમયે વારંવાર બદલાયા કરે એવી શક્યતા છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે મક્કમ રહીને કામ કરવું અત્યંત જરૂરી છે, કારણ કે એના વગર તમે અધૂરાં કાર્યો પૂરાં કરી નહીં શકો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ રોમૅન્સનો છે. પ્રિયકર સાથેની નિકટતા વધશે. તમે આધ્યાત્મિક વૃત્તિ કેળવશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ઑફિસમાં જટિલ સમસ્યાને સંભાળી લેવાની તમારી કુનેહ જોઈને સહયોગીઓ અને બૉસ પ્રભાવિત થઈ જશે. સાંજનો સમય પાર્ટીનો રહેશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા ગ્રહમાન સાનુકૂળ હોવા છતાં તમારે બિનજરૂરી જોખમો ખેડવાં નહીં અથવા તો વધુપડતો શારીરિક શ્રમ કરવો નહીં. અન્યથા તબિયત બગડી શકે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારું નસીબ દરેક રીતે સાથ આપશે, પરંતુ તમારે એની અવગણના કરવી નહીં. બધાની સાથે હળીમળીને રહેવું અને સફળતાનાં ફળ સહયોગીઓ સાથે વહેંચીને ખાવાં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે હાથ ધરેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. જોકે તમારે સફળતા મેળવવા માટે મૂલ્યોને નેવે મૂકી દેવાં નહીં.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે આર્થિક બાબતો તમને ઘણી ચિંતા કરાવે એવી શક્યતા છે. તમે આવક વધારવા માટેના રસ્તાઓ શોધવા માટે ઘણો વિચાર કરશો. મિત્રો તમને મદદરૂપ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy