આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

ઉપરવાળાએ તમારા પર વરસાવેલી કૃપાનું મૂલ્ય આજે તમને સમજાશે

horoscope

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ઉપરવાળાએ તમારા પર વરસાવેલી કૃપાનું મૂલ્ય આજે તમને સમજાશે અને તેથી તમે એનો લાભ આસપાસના લોકોને પણ આપશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે અનેક નકારાત્મક લાગણીઓ તમને ઘેરો ઘાલશે. તમારા મન પર ચિંતાનાં વાદળો છવાયેલાં રહેશે અને તેથી વિષાદ જન્મશે. જીવનની ઊજળી બાજુ જોવાનો પ્રયાસ કરવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ અંગત કે વ્યવસાયી પ્રવાસે જવાનો માટે સારો છે. સાંજના સમયે તમને અકળામણ લાગશે. આથી તમને પૂરતી મોકળાશ મળે એ વાતનું ધ્યાન રાખવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે કામધંધાને લગતી બાબતો તમારા અંગત જીવન કરતાં વધુ મહત્વ પામશે. તમે કારર્કિદીમાં ઝડપી પ્રગતિ કરવા વિશે વિચાર કરવામાં ઘણો સમય વ્યતીત કરશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારે વિવિધ વિષયોને સ્પર્શવું પડશે. આવા સમયે ગુસ્સા પર કાબૂ રાખવો. ખાસ કરીને સવારના સમયે તમારો મૂડ વારંવાર બદલાયા કરે એવી શક્યતા છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે ઉતાવળિયા થવાને બદલે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં લાભ-ગેરલાભનો વિચાર કરી જોવો. સાંજના સમયે હળવાશ માણવી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


નિર્ણય લેવાની ઘડીએ લાગણીઓ વચ્ચે અવરોધ બને નહીં એ વાતનું ધ્યાન રાખવું. ભાગીદારીનો બિઝનેસ ઘણો સારો ચાલશે અને તેથી સાંજના સમયે સંતોષ અનુભવાશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કોઈ અજાણી વ્યક્તિ તમને પોતાનાં લક્ષ્યો સિદ્ધ કરવામાં મદદરૂપ થશે એ વાતનો તમે આનંદ અનુભવી શકશો. પ્રિયકર જોડેનો સમય ઉત્કટતાથી ભરેલો રહેશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજના તમારા ગ્રહમાન સાનુકૂળ હોવા છતાં તમારે બિનજરૂરી જોખમો ખેડવાં નહીં અથવા તો વધુપડતો શારીરિક શ્રમ કરવો નહીં. એનાથી તમારી તબિયત બગડી શકે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


નવાં બિઝનેસ સાહસો શરૂ કરવા માટે આજનો દિવસ અત્યંત શુકનિયાળ છે. જો તમે નોકરિયાત હો તો ઉપરીઓ તમારી કદર કરશે. તમારા પર એની અદ્ભુત અસર થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ઘણાબધા મિત્રો ધરાવો છો. આજે તેઓ તમને પેચીદા પ્રશ્નોના હલ લાવવામાં મદદરૂપ થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે નાણાકીય સમસ્યાઓ ઘણી ચિંતા ઉપજાવશે. તકલીફને ઊગતી જ ડામી દો અને તાકીદના સમયે જરૂર પડી શકે છે તેથી આજથી જ બચત શરૂ કરી દો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK