શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

ઉપરવાળાએ કરેલી મહેર બદલ આજે તમે તેમનો પાડ માનશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ઉપરવાળાએ કરેલી મહેર બદલ આજે તમે તેમનો પાડ માનશો. તમે પોતે પણ સ્વજનોને તમારા સ્નેહથી ભીંજવી દેશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે બધું કામ આટોપી લેવાની ઉતાવળ હોવાથી એકસાથે અનેક કામ કરવા લાગશો. જોકે વ્યવહારુ બનવું અને વધુપડતો શ્રમ કરવો નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના શાંતિપૂર્ણ દિવસે તમે આધ્યાત્મિક બાબતોમાં મગ્ન રહેશો. પરિવારજનો જોડે પ્રાર્થનાસ્થળે જાઓ એવી શક્યતા છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે સ્વાર્થી થઈને અમુક પારિવારિક જવાબદારીઓ ટાળશો. કામના સ્થળે તમને એવું લાગ્યા કરશે કે તમારી મહેનતની કોઈ કદર કરતું નથી કે બિરદાવતું નથી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારું અંગત જીવન સરળતાથી ચાલી રહ્યું હશે. વ્યવસાયના મોરચે હાલ આવી રહેલા અવરોધોને જોતાં અંગત જીવનની શાંતિ વરદાનરૂપ બની જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


બીજાઓની ખામીઓ જોયા કરવાની તમારી વૃત્તિને લીધે લોકો ચિડાઈ જશે. અન્યોનાં સારાં પાસાં જોવાની આદત પણ કેળવવી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના સાનુકૂળ દિવસે તમને ચારેકોરથી પૈસાની પ્રાપ્તિ થશે. બિઝનેસમાં નફાકારક ભાગીદારીની દરખાસ્ત મળવાથી દિવસ સારો જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


નિરાશાની આ પળોમાં તમારો આત્મવિશ્વાસ તૂટી જવાની શક્યતા છે. યાદ રહે, દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે. કપરા દિવસો બાદ સારા દિવસો આવ્યા વગર રહેતા નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારો નિખાલસ સ્વભાવ તમારા માટે ઘણો લાભદાયી નીવડશે. તમારા જીવનસાથીનું કહેવું પણ સાંભળવું, જેથી તેમને મહત્વ મળ્યા જેવું લાગે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આર્થિક બાબતો અને રોજગારની દૃãક્ટએ દિવસ સાનુકૂળ છે. તમને મોટો દલ્લો મળવાનો યોગ છે. એનો ધુમાડો કરવાને બદલે તાકીદના સમયની જરૂરિયાતો માટેની જોગવાઈ કરવા એનો ઉપયોગ કરવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે ઑફિસની ડેસ્ક પર થયેલો જમાવડો દૂર કરી દેશો અને પછી સ્પક્ટ દિમાગથી કારર્કિદી વિશેના વ્યૂહની સમીક્ષા કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે મળતાવડા સ્વભાવને લીધે સૌને પ્રિય થઈ પડશો. લોકો પોતાની ભૂલોનો સ્વીકાર કરવાની તમારી વૃત્તિ તથા નમ્રતાને બિરદાવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK