શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારો મૂડ સાહસ કરવાનો હોવાથી તમે પર્વતારોહણ કરવા કે અવનવા સ્થળે પ્રવાસ કરવા ઊપડી જશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારો મૂડ સાહસ કરવાનો હોવાથી તમે પર્વતારોહણ કરવા કે અવનવા સ્થળે પ્રવાસ કરવા ઊપડી જશો. જોકે સાંજ સુધીમાં હેમખેમ ઘરે પાછા આવી જવાય એ વાતનું ધ્યાન રાખવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજનો દિવસ જટિલતાભર્યો હોવાથી તમારે ઘણી મુશ્કેલ પસંદગી કરવી પડશે. પરિપક્વતા રાખીને અને સારા-નરસાનો ભેદ પારખીને નિર્ણય લેવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે હવેથી આરોગ્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાના છો. નવી નોકરી મળવાનો યોગ છે. એને લીધે તમારા જીવનમાં નવો તબક્કો શરૂ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે સખત પરિશ્રમ કરવાની તૈયારી રાખશો. અંગત અને વ્યવસાયી કાર્યોમાં ઉત્કૃક્ટ કામગીરી બજાવશો. બદલામાં કંઈક મળે એવી અપેક્ષા રાખશો તો નિરાશ થવું પડશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારે અત્યંત ટૂંકા ગાળામાં સંખ્યાબંધ કાર્યો પાર પાડવાનાં છે. શક્ય હોય એટલી ઝડપથી કાર્યો પતાવી દેવાં. આવું જ સારું કામ કરતા રહેજો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે મહત્વાકાંક્ષી અને ઉત્સાહી હોવાથી કામના સ્થળે ઉત્તમ દેખાવ કરશો. દિવસ પૂરો થવા આવશે ત્યારે કોઈક સામાજિક કાર્યક્રમમાં જઈને રિલૅક્સ થઈ જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન તમારા માટે એટલા સાનુકૂળ છે કે તમારા વિરોધીઓ ગમે એટલા ઉધામા કર્યા પછી પણ તમારું કંઈ બગાડી નહીં શકે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે પ્રેમના બાણથી વીંધાઈ ગયા હોવાથી વિજાતીય વ્યક્તિઓ પ્રત્યે અદમ્ય આકર્ષણ રહેશે. મન પર કોઈ બોજ રાખતા નહીં. તમને મનગમતી વ્યક્તિ મળી જશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામના સ્થળે આજનો દિવસ ઉત્તમ છે. તમને અમુક મુશ્કેલ કાર્યો સોંપવામાં આવશે, પરંતુ તમે ચોકસાઈ રાખીને એ બધાં પૂરાં કરી દેશો અને લોકો તમારી પ્રશંસા કરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે આજે બીબાઢાળ વિચારોમાંથી બહાર આવીને કંઈક નવું વિચારશો. તમારી કલ્પનાના ઘોડા પૂરપાટ દોડશે. લોકો તમારાથી પ્રભાવિત થઈ જશે, પરંતુ તમારે એનાથી છકી જવું નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને તમારે કેટલાક પેચીદા પ્રfનોના હલ લાવવા પડશે. જોકે તમે તમામ વાંધાવચકાઓને દૂર કરી દેવામાં સફળ નીવડશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


નવા પ્રોજેક્ટને લીધે તમારે વધુ કામ અને વધુ પ્રવાસ કરવાં પડશે. એક વખત મજબૂત પાયો નખાઈ ગયા પછી બધું આસાન બની જશે. ચિંતા કરતા નહીં, કંપની તમારું ધ્યાન રાખશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK