શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમને ભેટસોગાદો મળશે અને તમારી પ્રસન્નતામાં વધારો થશે. જોકે આ વસ્તુઓ તો ભૌતિક છે. ખરી ભેટ તો પ્રિયકરનો પ્રેમ જ છે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમને ભેટસોગાદો મળશે અને તમારી પ્રસન્નતામાં વધારો થશે. જોકે આ વસ્તુઓ તો ભૌતિક છે. ખરી ભેટ તો પ્રિયકરનો પ્રેમ જ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમારે કેટલાક પેચીદા કૉન્ટ્રૅક્ટની બાબતે અતિશય સાવધાન રહેવાની જરૂર છે. એના પર સહી કરતાં પહેલાં તમામ નિયમો અને શરતોનો ધ્યાનથી અભ્યાસ કરી લેવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમારો સ્વભાવ ચંચળ બની જશે અને તમે કોઈ એક કામ પર લાંબા સમય સુધી એકાગ્રતા સાધી નહીં શકો. એકથી બીજું કામ ભલે પકડી લો, દરેકમાં નિષ્ઠા રાખવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમે આજે એકદમ નવા જ વ્યૂહ અપનાવશો અને એનાથી લોકોને લાગશે કે તમે ભાન ભૂલ્યા છો. જોકે રાત સુધીમાં તમારું વલણ સાચું પુરવાર થઈ જશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમે પરિવાર તરફ ઘણું જ દુર્લક્ષ કર્યું છે. પ્રતિકૂળ હવામાનને લીધે આજે તમને રજા લઈને સ્વજનો સાથે રહેવાનું સારું બહાનું મળી જશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારી વેપારી કુનેહ કુશાગ્ર છે તથા તમે લોકોને બરોબર સાચવી શકો છો અને સાથે જ કંપનીનો વહીવટ પણ યોગ્ય રીતે કરી શકો છો. હવે મગજને કસીને નવા બિઝનેસ આઇડિયા લઈ આવવા.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

તમે છેલ્લા થોડા દિવસથી થાકી ગયા હોવાથી હવે તમને પ્રિયકરની જોડે રહીને રાહતનો શ્વાસ લેવાની ઇચ્છા થશે. એનાથી તમારો સંબંધ પણ ઘનિષ્ઠ બનશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારે પ્રિયકરને રીઝવવા માટે કંઈક કરવાનો સમય પાકી ગયો છે. આના માટે તેમને મૉલમાં લઈ જઈને તેમની ઇચ્છા મુજબની વસ્તુઓ અપાવવા કરતાં બીજો કોઈ સારો રસ્તો નથી.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારે મિત્રો પાસેથી ઘણું લેણું છે અને તમે તેમના સંગાથે ઘણી જ મજા કરશો. વિજાતીય વ્યક્તિઓ તમારા પર મોહી પડશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમે કોઈ વાત મનમાં નક્કી કરી લો છો પછી એને કોઈ પણ હિસાબે અને ભોગે મેળવીને જ રહો છો. આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારી દૃઢતા વધારે હશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજનો દિવસ કંઈક સારું કરવા માટે મંગળમય છે. કદાચ તમારો પગાર વધશે અથવા તો વિદ્યાર્થીઓને સારી કૉલેજમાં પ્રવેશ મળશે. મોટો ધનલાભ પણ થવાનો છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમારા જીવનમાં અનેક સામાજિક પ્રસંગો હશે. સવારના ભાગમાં લગ્ન, બપોરે જૂના મિત્રો સાથે ગેટ-ટુગેધર અને સાંજે ભવ્ય પાર્ટી. મજા કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK