જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ

તમે છેલ્લા થોડા વખતથી તેમના તરફ દુર્લક્ષ કરી રહ્યો છો એવા જૂના મિત્રો સાથે રહેવાનું આજે મન થશે.

astro19

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે છેલ્લા થોડા વખતથી તેમના તરફ દુર્લક્ષ કરી રહ્યો છો એવા જૂના મિત્રો સાથે રહેવાનું આજે મન થશે. ગ્રહમાન દર્શાવે છે કે તમને આ મુલાકાતથી ઘણું સારું લાગશે. આનંદિત બનવાથી તમારાં કાર્યોમાં સુધારો આવશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે પોતાનું વર્ચસ્વ જમાવવાનું વલણ અપનાવશો. એના લીધે તમારા કર્મચારીઓ કે હાથ નીચેના માણસો પરેશાન થઈ જશે. ગણેશજી કહે છે કે તમારે સમજદારીપૂવર્કર વર્તવાની જરૂર છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે રોજબરોજનાં એકનાં એક કાર્યોનો કંટાળો દૂર કરવા માટે દૈનંદિન પ્રવૃત્તિઓ કોઈ નવી ઢબે કરવાનો પ્રયાસ કરશો. તમે લોકો સાથે વધુ હળશોમળશો અને નમ્ર બની જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ એટલો સરસ મજાનો રહેશે કે એના અંતે આસપાસના લોકો તમારી ઈર્ષ્યા કરવા લાગશે. લાગણીઓની બાબતે ગ્રહમાન સાનુકૂળ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના ગ્રહમાન ઘણા સારા હોવાથી તમને લોભાવનારી બિઝનેસની દરખાસ્તો મળશે. પોતાનો ઉદ્યમ શરૂ કરવા માટે હિંમત કરીને સાવચેતીભર્યાં પગલાં ભરવાં.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી શક્તિ અને આર્થિક સધ્ધરતા પહેલાં કરતાં ઘણી વધારે હશે એમ ગણેશજી કહે છે. તમે ભવિષ્યમાં આર્થિક અસ્થિરતા ન આવે એ માટે પૂરતી જોગવાઈ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પોતાનાં કાર્યો સમયસર પૂરાં કરવા માટે માનસિક તાકાતનો ઉપયોગ કરશો. તમે ઑફિસમાં કે કામકાજમાં વ્યસ્ત રહેવાના હોવાથી પરિવાર તરફ પૂરતું લક્ષ નહીં આપી શકો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમારો ગુસ્સો બધી જ સંવેદનાઓ હરી લેશે. જોકે આખરે તો તર્કનું જ ચાલશે. જેમ-જેમ દિવસ ચડતો જશે તેમ-તેમ સ્થિતિ સુધરતી જશે. ગણેશજી કહે છે કે તમારો કૂણા પડવાનો સમય આવી ગયો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ મનોરંજન માટેનો છે. પ્રિયકરને બોલાવીને તેમની સાથે સરસ મજાનો સમય માણવો. તમે મિત્રો અને પરિવારજનો સાથે પણ સમય ગાળશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જો આજે કોઈ મુશ્કેલી તમારી સામે આવીને ઊભી રહેશે તો તમારી રક્ષા કરનારા ગ્રહો તમને બચાવી લેશે એવું ગણેશજી કહે છે. તમે પોતાની સફળતાઓથી સંતુષ્ટ રહેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી સાથે બદલો લેવા માગતા લોકોનો પ્રતિકાર કરવા માટે તમે તૈયાર છો. જોકે તમને લોકો એમ ને એમ સમર્થ નથી ગણતા. ગણેશજી કહે છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા જેટલી શક્તિ ઘણા ઓછા લોકોમાં છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


જો તમે પોતાનાં કાર્યો આગળ ધપાવવા માગતા હો તો સતત કંઈક નવું કરતાં રહેવું. જો તમને પસંદ હોય એવો જ તમારો વ્યવસાય હશે તો તમે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી શકશો એવું ગણેશજી કહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK