શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

તમે સૌની સાથે હળીમળીને રહેનારી વ્યક્તિ છો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે સૌની સાથે હળીમળીને રહેનારી વ્યક્તિ છો. આજે તમને વિશાળ મિત્રવર્તુળ રાખવાના લાભ સમજાશે. એનાથી તમે આનંદિત થઈ જશો અને પોતાની સમસ્યાઓને ભૂલી જશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


પોતાનાં મહત્વાકાંક્ષી લક્ષ્યોની સિદ્ધિ માટે તમે ઉત્સાહપૂર્વક મહેનત કરશો. જોકે પોતાના હિત માટે બીજાનું અહિત કરવાનું ટાળવું.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ ઉત્કટતા અને પ્રેમનો રહેશે. તમે પ્રિયકરને રીઝવવા માટે દિલથી પ્રયાસ કરશો અને એમાં સફળતા પ્રાપ્ત થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ એકંદરે સામાન્ય સ્વરૂપનો રહેશે. કોઈ રોમાંચક ઘટના બનવાનો યોગ નથી. જોકે ખેલાડીઓ માટે વિજયી દિવસ રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


પારિવારિક બાબતોને સુપેરે સંભાળી લેવાની તથા ઘરમાં સંપૂર્ણ સુમેળ ટકાવી રાખવાની તમારી ક્ષમતાને લીધે જીવનસાથી અતિશય પ્રસન્ન થશે. આર્થિક બાબતો પર લક્ષ આપવાની જરૂર છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના દિવસે તમારા જીવનમાં મોટો વળાંક આવશે. આર્થિક અને સામાજિક સંબંધોની બાબતે તમે વ્યસ્ત રહેશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જ્ઞાન અને સમજદારીની પ્રાપ્તિ માટે તમે બુદ્ધિશાળી અને સમાન વિચારસરણી ધરાવતા લોકો સાથે સંપર્ક કેળવશો. જોકે તમને એકદમ સહેલાઈથી આ બધું પ્રાપ્ત નહીં થાય. શોધખોળ ચાલુ રાખવી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પોતાના હિતના વિષયમાં આગળ વધવા માટે સમય અને શક્તિ ફાળવવાં. તમે પોતાના વિચારો સમાન વિચારસરણી ધરાવતી વ્યક્તિને કહેશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


પોલીસ અને વકીલ જેવી કાયદાપાલન કરાવનારી વ્યક્તિઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમે કૌશલ્ય વધારવા માટે રિફ્રેશર કોર્સ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે લાભદાયી તકો તમારા આંગણે આવીને ઊભી રહેશે. એને ગ્રહણ કરવા માટે મન ખુલ્લું રાખવું. આ તક હાથમાંથી નીકળી જવા દેવી નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


પોતાનાં સપનાં સાકાર કરવા માટે તમારે વર્તમાનમાં જીવવું અને ગ્રહમાન પ્રમાણે વર્તવું જરૂરી છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારું સંપૂર્ણ ધ્યાન નાણાકીય અને કૌટુંબિક સમસ્યાઓ પર રહેશે. તમારી મુશ્કેલીઓને જોતાં તમારી કરકસરની વૃત્તિ યોગ્ય છે. પરિવારજનો સહયોગ આપશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK