શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

આજે તમારી અંગત અને વ્યવસાયી જવાબદારીઓ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ખેલાશે.

astro09

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી અંગત અને વ્યવસાયી જવાબદારીઓ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ખેલાશે. તમારે બન્નેને સમાન મહત્વ આપીને સમતુલા જાળવી રાખવી જરૂરી બનશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


કામકાજની બાબતે આજનો દિવસ ઉત્પાદક રહેશે. કેટલાક અધૂરા સોદાઓ પાર પડશે, જેનાથી તમે સંતુક્ટ થઈ જશો. તબિયતની કાળજી લેવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે દિવસ શુકનિયાળ હોવાથી તમારે તમામ પારિવારિક અને વ્યવસાયી સમસ્યાઓનો હલ લાવી દેવો. જૂનું ઘર વેચીને તમને મોટી રકમ પ્રાપ્ત થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે દૈવી શક્તિ પાસેથી માર્ગદર્શન અને આર્શીવાદ ઇચ્છશો. આ રીતે તમે પ્રભુની સમીપતા સાધી શકશો. અનેક બોધપાઠ ભરેલો આજનો દિવસ યાદગાર બની રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે ઘણા વખતથી પાછળ ઠેલી રહ્યા હતા એ પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ મંગળમય છે. તમારી સકારાત્મકતા જોઈને અન્યો પણ પોતપોતાના અધૂરા પ્રોજેક્ટ્સ હાથમાં લેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે દરેક નાના કામ માટે બીજાઓની મદદ લેવાને બદલે હવે જીવનની ધુરા આત્મવિશ્વાસપૂર્વક પોતાના હાથમાં લઈ લેશો. તમારો ઉત્સાહ અદમ્ય હોવાથી તમે કાર્યસ્થળે ઉત્કૃષ્ટ કામગીરી બજાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


કામના વધુપડતા બોજને લીધે તમે ચીડિયા બની જશો. જોકે એક પછી એક કામ પતાવ્યા વગર છૂટકો નથી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કામનો કંટાળો તમારી કસોટી કરી રહ્યો છે. આથી તમે મોટા ભાગનો સમય શોખના વિષયો પાછળ અને પરિવાર સાથે વિતાવશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે સ્વજનોની જરૂરિયાતો પૂરી કરવા પાછળ વિશેષ લક્ષ આપશો. ઘરે મહેમાન આવવાનો યોગ છે. તમે તેમના માટે પાર્ટી રાખો એવું તેઓ ઇચ્છશે. આથી તમારે માનસિક તૈયારી કરી રાખવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારા વિચારો મુખ્યત્વે આર્થિક બાબતોને લગતા હશે. સામાન્ય સંજોગોમાં તમારો હાથ છૂટો રહેતો નથી, પરંતુ આજે તમે શૉપિંગમાં ઘણો ખર્ચ કરી દેશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી કારર્કિદીમાં કોઈ મોટા ઉતાર-ચડાવ આવવાની શક્યતા નથી. તમે દરેક બાબત સહેલાઈથી પાર પાડી શકશો. તમારા કામ બદલ યોગ્ય મોંબદલો મળવાની શક્યતા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજનો દિવસ રોમૅન્સ માટે અતિશય સારો રહેશે. પ્રિયકરને તમારો સંગાથ જોઈતો હશે. સાંજનો સમય આનંદપૂર્વક વીતશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK