આજનો દિવસ તમારી માટે કેવો રહેશે, વાંચો

આજે રોમૅન્સની હવા ચાલી રહી છે.

astro25

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે રોમૅન્સની હવા ચાલી રહી છે. તમે પ્રિયકરને રીઝવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરશો. એમાં કોઈક નવી અને રચનાત્મક રીતનો સમાવેશ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે તંદુરસ્તીપૂર્ણ જીવનશૈલી અપનાવવા માટે શક્ય એટલા બધા જ પ્રયત્ન કરશો અને તબિયતનું ધ્યાન રાખશો. આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ખાણી-પીણીમાં ફેરફાર કરવા.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


અંગત હોય કે વ્યવસાયી હોય, આજે તમે પોતાના કામમાં ગળાડૂબ રહેશો. સૌથી સારી વાત તો એ છે કે તમને મનગમતું આ કામ હશે અને તેથી તમે ફરિયાદ નહીં કરો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમને હાલમાં તમારા પ્રોજેક્ટમાં મળેલી સફળતાની ઉજવણી કરવાનો મૂડ હશે. આવી સ્થિતિમાં નિકટના મિત્રો અને સંબંધીઓને સાથે લેવા અને મસ્ત મજાની પાર્ટી કરવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે ભૂતકાળની યાદો તાજી થશે અને તમે સ્કૂલ અને કૉલેજના મિત્રો કે બાળસખાઓ સાથે ગેટ-ટુગેધર યોજીને સંભારણાં તાજાં કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે અંગત અને વ્યવસાયી જીવન વચ્ચે યોગ્ય સંતુલન જાળવશો. સાંજના સમયે તમે ભવ્ય પાર્ટી રાખીને એના માટે મોટો ખર્ચ કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે પોતાની બાહ્ય છબિ વિશે ઘણા સભાન હોવાથી નવો લુક મેળવવાનો નિર્ણય લેશો. સામાજિક વતુર્ળતના લોકો તમારી પાસે માર્ગદર્શન લેવા આવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


સંબંધોમાં આવેલી ખટાશને દૂર કરવા માટે આજનો દિવસ સારો છે. પોતાના વિચારો અન્યો પર લાદવા નહીં, ખાસ કરીને ઝઘડાની પતાવટ કરવાની હોય ત્યારે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


બિઝનેસમાં તમારી કામગીરી ઘણી જ સારી રહેશે. એક વ્યવસાયી તરીકે તમારે પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવો અને હસતા મોઢે ફરજ બજાવવી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે સંપૂર્ણપણે પરિવારજની સેવામાં સમર્પિત રહેશો, કારણ કે તમે ઘણા વખત સુધી તેમના તરફ દુર્લક્ષ કર્યું છે અને હવે તેમને રાજી રાખવાની જરૂર છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમને સારા સમાચાર મળવાના છે. એનાથી ઘણા કપરા પડકારોનો સામનો કરવા માટેની તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે. ગણતરીપૂવર્કથનાં જોખમો લેવાં.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કામકાજની દૃષ્ટિએ આજનો દિવસ તમે સંતોષ અનુભવી શકશો. તમે મોખરે રહીને કર્તવ્યો નિભાવશો અને અન્યો કરતાં સહેલાઈથી પોતાનાં તમામ કાર્યો પૂરાં કરશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK